ધરમપુરના અંતરીયાળ વિસ્તારના જામલીયા ગામમાં વ્યસન મુક્તિ કાર્યક્રમ સાથે આયોજિત રક્તદાન કેમ્પમાં 36 યુનિટ રક્ત એકત્રિત થયું.

0
100

ધરમપુરના અંતરીયાળ વિસ્તારના જામલીયા ગામમાં વ્યસન મુક્તિ કાર્યક્રમ સાથે આયોજિત રક્તદાન કેમ્પમાં 36 યુનિટ રક્ત એકત્રિત થયું.

પં.પુ.શ્રી શેષરાવ મહારાજન ઉત્તરાધિકારી શ્રી સંતોષ મહારાજના જાહેર વ્યસન મુક્તિના કાર્યક્રમ અન્વયે જામલીયા ગામ તથા આજુબાજુના ગામના યુવા મિત્રો, પાર્થ ટ્રેડર્સ વાપી,સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ, મુંબઈ તથા રેન્બો વોરિયર્સ, ધરમપુર દ્વારા વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી સેવા- ભક્તિના સમન્વય સાથે જામલીયા ગામમાં આયોજિત કેમ્પમાં જામલીયા તેમજ જાહેર વ્યસન મુક્તિના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ આજુબાજુના ગામના રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું.

ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં રક્તદાન માટે લોકોમાં જાગૃતિ આવે અને રક્તદાન માટે પ્રોત્સાહિત થાય તે માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુ.જેમાં 36 યુનિટ રક્ત એકત્રિત થતાં આયોજક મિત્રોએ હર્ષની લાગણી અનુભવી છે.

આ સેવા ભક્તિના સમન્વય સાથેના રક્તદાન કેમ્પમાં ધરમપુરના લોકલાડીલા ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, તા.પં.પ્રમુખશ્રી પિયુષભાઈ માહલા, હરીલાલ ચૌધરી, જિ.પં સભ્યશ્રી કાકડભાઈ ગાંવિત, આદિજાતિ મોરચા પ્રમુખ ગણેશભાઈ બિરારી, જામલિયા, જયંતિ ભાઈ પટેલ શીતળ છાંયડો લાઈબ્રેરી ના સ્થાપક, સુભાષ ભાઈ બારોટ શિક્ષક તથા આજુબાજુના ગામના સરપંચશ્રીઓ તથા આગેવાનો, રેઈન્બો વોરિયર્સ ધરમપુરના કો.ઓર્ડિનેટર શંકરભાઈ પટેલ સાથે ટીમ તથા યુવામિત્રોએ ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

રક્તદાતાઓને પાર્થ ટ્રેડર્સ વાપી તરફથી ગરમ બ્લેંકેટ, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તરફથી ટુવાલ અને નીતિનભાઈ ચૌધરી તરફથી થાળીનો સેટ રિટર્ન ગિફ્ટ આપવામાં આવી હતી.

જામલિયા ગામે આયોજિત વ્યસન મુક્તિના જાહેર કાર્યક્રમ અન્વયે ૫૦૦૦થી વધુ લોકોએ વ્યસન મુક્તિનો સંકલ્પ લીધો હતો. આ વ્યસન મુક્તિના જાહેર કાર્યક્રમ માટે શ્રી આનંદભાઈ ચૌધરી , શ્રી મહેન્દ્રભાઈ જાદવ સાથે સમસ્ત વ્યસન મુક્તિ સંગઠન જામલિયા દ્વારા સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

Ad…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here