ટેન્કર પલટી ગયા બાદ આગ ફાટી નીકળી મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલા નેશનલ હાઈવે 48 પર વલસાડના વાઘલધારા પાસે અકસ્માત

0
224

ઘટના સ્થળેથી બે મૃતદેહ મળી આવ્યા છે-
ડીવાયએસપી

આગની દુર્ઘટના અંગે ડીવાયએસપી બી.એન.દવેએ
કહ્યું હતું કે, સાંજના સમયે વાઘલધારા પાસે ટેન્કર
પલટી ગયા બાદ આગ ફાટી નીકળી હતી. આગની
ચપેટમાં બે કાર પણ આવી હતી. આગ પર કાબૂ
મેળવી લેવાયો છે. ઘટનાસ્થળ પરથી અત્યાર સુધીમાં
બે મૃતદેહો મળી આવ્યા છે. નેશનલ હાઈવે પરનો
ટ્રાફિક ડાઈવર્ટ કરવામાં આવ્યો છે. ક્રેઈનની મદદથી
રસ્તા પરથી વાહનો દૂર કર્યા બાદ વાહનવ્યવહાર
પૂર્વવત કરી દેવાશે.

નેશનલ હાઈવે 48 પર પસાર થઈ રહેલા કેમિકલ
ભરેલા ટેન્કરમાં આગ ફાટી નીકળી હતી. ટેન્કરમાં
જ્વલનશીલ કેમિકલ ભરેલું હોય આગે ગણતરીની
સેકન્ડોમાં જ વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું.

ચારથી વધુ ફાયરબ્રિગેડની ટીમોએ બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

વલસાડ જિલ્લાના વાઘલધારા પાસે કેમિકલ ભરેલું
ટેન્કર પલટી ગયા બાદ આગ લાગતા બે લોકોના મોત
થયા છે. નેશનલ હાઈવે-48 પર બુધવારે સાંજે સવા
છ વાગ્યાના અરસામાં કેમિકલ ભરેલું ટેન્કર પલટી
ગયા બાદ આગ ફાટી નીકળતા અફરતફરી મચી હતી.
જ્વલનશીલ કેમિકલ હોવાના કારણે આગે ગણતરીની
સેકન્ડોમાં જ વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું.
આગ એટલી વિકરાળ હતી કે પાછળ આવી રહેલી
બે કાર પણ આગની ચપેટમાં આવી હતી. ઘટનાના
પગલે પોલીસ દ્વારા નેશનલ હાઈવે પરનો બંને તરફનો
વાહનવ્યવહાર સલામતીના ભાગરૂપે બંધ કરાવી
દીધો હતો. ચારથી વધુ ફાયરબ્રિગેડની ટીમોએ બે
કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
ઘટનાસ્થળ પરથી એક મૃતદેહ ટેન્કરમાંથી અને બીજો
બહારથી મળી આવ્યો છે. બંને મૃતકની ઓળખ
મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

ટેન્કર પલટી ગયા બાદ આગ ફાટી નીકળી હતી
મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલા નેશનલ હાઈવે
48 પર વલસાડના વાઘલધારા પાસેથી એક કેમિકલ
ભરેલું ટેન્કર પસાર થઈ રહ્યું હતું. જે પલટી ગયા
બાદ ટેન્કરમાં આગ ફાટી નીકળી હતી. જ્વલનશીલ
કેમિકલ હોવાના કારણે આગે ગણતરીની સેકન્ડોમાં
જ વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું. જેના કારણે ટેન્કર
અગનગોળો બની ગયું હતું. ટેન્કરની સાથે પાછળ
આવી રહેલી અન્ય બે કાર પણ આગની ચપેટમાં
આવી હતી.
નેશનલ હાઈવે-48 પરનો વાહન વ્યવહાર બંધ
કરાવવો પડ્યો
નેશનલ હાઈવે 48 પર પસાર થઈ રહેલા કેમિકલ
ભરેલા ટેન્કરમાં આગ ફાટી નીકળી હતી. ટેન્કરમાં
જ્વલનશીલ કેમિકલ ભરેલું હોય આગે ગણતરીની
સેકન્ડોમાં જ વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. આગ
એટલી વિકરાળ હતી કે પાછળ આવી રહેલી બે કાર
પણ આગની ચપેટમાં આવી હતી. બીજી તરફ હાલ
તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે નેશનલ હાઈવે-48
પરનો વાહનવ્યવહાર વાઘલધારા પાસે બંધ કરાવી
દીધો હતો.

બે કલાક બાદ આગ પર કાબૂ મેળવાયો
નેશનલ હાઈવે-48 પર મુંબઈથી અમદાવાદ તરફના
ટ્રેક પર બુધવારે સાંજે સવા છ વાગ્યાના અરસામાં
કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ ફાટી નીકળતા સૌ
પ્રથમ વલસાડ ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી
હતી અને પાણીનો મારો શરૂ કર્યો હતો. જો કે, આગ
વિકરાલ હોય વાપી, અતુલ અને ચીખલીથી પણ
ફાયરની ટીમોને બોલાવવામાં આવી હતી. બે કલાક
સુધી સતત પાણીનો મારો ચલાવ્યા બાદ સવા આઠ
વાગ્યાના અરસામાં આગ પર કાબૂ મેળવાયો હતો.
ભીષણ આગમાં બે વ્યકિત ભડથું થયા
બે કલાકના અંતે આગ પર કાબૂ આવ્યા બાદ ફાયર
બ્રિગેડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા એક
વ્યકિતની બળી ગયેલી હાલતમાં લાશ મળી આવી
હતી. જ્યારે થોડીવાર બાદ ટેન્કરની અંદરથી વધુ એક
મૃતદેહ મળી આવતા કુલ મૃત્યુઆંક બે થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here