આદિવાસી વિસ્તારનું નામ ગુંજતુ કરતી કપરાડાની શબરી છાત્રાલય,છેલ્લા 30 વર્ષમાં 3500 દિકરીઓ મફત શિક્ષણ મેળવી સફળતાના શિખરે પહોંચી
1989માં નીતિનભાઈ, ભાનુભાઈ અને અલ્કેશભાઇએ એક ઝુંપડામાં 9 કન્યાઓ સાથે છાત્રાલયનો પ્રારંભ કર્યો હતો
આજે તમામ આધુનિક સુવિધાથી સજજ છાત્રાલયમાં વિદ્યાર્થીઓ અનેક શૈક્ષણિક અને સામાજિક પ્રવૃતિમાં ભાગ લઇ રહ્યા છે.
આઝાદીના વર્ષો પછી અનેક આદિવાસી વિસ્તારમાં શિક્ષણની સુવિધાનો હજુ અભાવ છે ત્યારે કપરાડાની શબરી છાત્રાલય છેલ્લા 30 વર્ષથી આદિવાસી વિસ્તારનું નામ ગુંજતુ કર્યુ છે. કપરાડા શબરી છાત્રાલયમાં છેલ્લા 30 વર્ષમાં 3500 દિકરીઓ મફત શિક્ષણ મેળવી સફળતાના શિખરે પહોંચી છે.રાજ્ય સરકાર એવી નામાંકિત સંસ્થા ઓની નોંધ લેવી જોઈએ .
1989માં નીતિનભાઈ, બી. એન. જોષી અને અલ્કેશભાઇએ એક ઝુંપડામાં 9 કન્યાઓ સાથે છાત્રાલયનો પ્રારંભ કર્યો હતો,આજે તમામ આધુનિક સુવિધાથી સજજ છાત્રાલયમાં વિદ્યાર્થીઓ અનેક શૈક્ષણિક અને સામાજિક પ્રવૃતિમાં ભાગ લઇ રહ્યા છે .કોમ્યુટર સેન્ટર,શિવણ વર્ગ તેમજ કપરાડા-ધરમપુર વાંસદા તાલુકામાં 105 ખેત તલાવડી બનાવી આ વિસ્તારના ખેડૂતોને પગભેર બનાવવા કમરકસી છે. શબરી છાત્રાવલય દ્વારા 85 ગામનો સંપર્ક 33 વર્ષમાં થયો છે.
બી. એન. જોષીએ જણાવ્યું કે અમારી દિકરીઓે નર્સિંગ,મેડિકલ,શિક્ષણ , આરોગ્ય ફોરેસ્ટ અને રક્ષાક્ષેત્રે કાર્યરત છે. આ ઉપરાંત પોતાનું ઘર લગ્ન પછી સારી રીતે ચલાવે છે. ટુંકમાં કે.એમ.સોનાવાલા ટ્રસ્ટ મુંબઇ સંચાલિત અમારા મેનેજિંગ ટ્રસ્ટી નિતિન સોનાવાલા ,દિપ્તી સોનવાલા ,બી.એન.જોષી અને અંકેશભાઇ સુરત દ્વારા સતત નશામુક્તિ,વ્યસનમુક્ત, અંધશ્રદ્ધામાંથી બહાર આવે તેવા પ્રોગ્રામ કરી ડોર ટૂ ડોર સંપર્ક પણ કરીએ છીએ. અનુભવે એવું માલુમ પડયુ છે કે 40 વર્ષ પહેલા આદિવાસી વિસ્તારની વસ્તી આજે પ્રગતિના માર્ગે છે. તેનું મુખ્ય કારણ શિક્ષણ છે. તે કાર્ય કરી રહ્યાં છે.
વર્ષો પહેલા એક વાર મુંબઇથી નીતિનભાઈ સોનવાળા,મોટાપોંઢા કોલેજના નિવૃત આચાર્ય ભાનુભાઈ જોશી(બી.એન.જોષી) કોઈક સામાજિક કાર્ય સાથે ધરમપુર પધાર્યા હતાં. જિજ્ઞાસા સભર કપરાડા આદિવાસી વિસ્તારમાં ફર્યા અને અહિયાની દયનીય પરિસ્થિતિથી અવગત થયા. એક દિવસની કરુણ ઘટનાથી એમનું હૃદય પીગળી ગયું. એ દિવસે આદિવાસી વિસ્તારમાં ફરતા એક આદિવાસી કન્યા સાથે મુલાકાત થઈ. એ કન્યાને પૂછતાં તેણે બતાવ્યું કે તે મીઠું લેવા ઘરેથી નીકળી હતી. અને એજ કન્યા સાંજે પાછી મળી. એ કન્યા સાથે વાતચીત કરતા બન્ને મહાનુભાવોને ખબર પડી કે કેટલી દયનીય સ્થિતિ છે. એટલે નીતિનભાઈ સોનવાળા અને ભાનુભાઈ જોશી બન્ને આ વિસ્તારમાં ફરી સમસ્યાની જડ સુધી પહોંચવા નો નિર્ણય કર્યો.
આ સંકલ્પ સાથે બન્ને 4 મહિના સુધી આ વિસ્તારમાં ફરતા રહ્યા. અને આદિવાસી પ્રજા માટે કંઈક કરી છૂટવાના સંકલ્પ કરતા રહ્યા. નીતિનભાઈ સોનવાળા અને ભાનુભાઈ જોશી તેઓએ આ વાત અનુભવી અને આ આદિવાસી પ્રજાની મૂળ સમસ્યા નિરક્ષરતા છે. તેઓએ વિચાર્યું કે તેમને આર્થિક રીતે મદદ કરીશું તો થોડા સમય માટે સમસ્યા હલ થઈ શકશે પરંતુ પૂર્ણ રૂપ થી નહીં. જેથી તેઓએ નિર્ણય કર્યો કે આદિવાસી કન્યાને શિક્ષણ જ્ઞાન મળે અને તે પોતાના પરિવાર ,સમાજ, અને રાષ્ટ્ર માટે કંઈક સારું કામ કરી આદર્શતા દાખવે. આ ચિંતન સાથે તેઓએ આદિવાસી કન્યા છાત્રાલય ખોલવાનો સંકલ્પ કર્યો. 9 આદિવાસી કન્યા ઓએ શિક્ષણ મેળવવા નક્કી કર્યું.
આમ 9 કન્યાના શુભ અવસરે નીતિનભાઈ અને ભાનુભાઈના પ્રયત્નથી છાત્રાલયનો પ્રારંભ થયો. નીતિનભાઈ અને ભાનુભાઈ ને સાથ આપ્યો છીબુભાઈ અને વાસનતીબેન એ. છીબુભાઈ સ્કૂલના આચાર્ય હતા. જેમણે કન્યાઓની દેખભાળ અને વાસનતીબેન એ ગૃહમાતા નું દાયિત્વ ઉઠાવ્યું. બન્નેએ મોટી તત્પરતા સાથે છાત્રાલય નું દાયિત્વ ઉઠાવી લીધું. અને ત્યારબાદ અત્યારે પ્રવીણભાઈ, ભગુભાઈ અને સુધાભાભી આ દાયિત્વનું નિર્વાહ પુરી નિષ્ઠા સાથે કરી રહ્યા છે. છાત્રાલયની શરૂઆત થતા શિક્ષણ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી.
આ છાત્રાલય ખોલવાનો મુખ્ય આધાર છે. નીતિનભાઈ અને ભાનુભાઈ એ અહિયાની સરકારી શાળાઓ સાથે નક્કી કર્યું અને કન્યાઓને ત્યાં ભણવા માટે મોકલ્યા અને પોતાના ભવિષ્ય ને સુધારી શકે.એ સમયે કપરાડા આદિવાસી ક્ષેત્રની શાળાઓમાં એક પણ કન્યા શિક્ષણ મેળવતી ન હતી. આ સ્થિતિને બદલી એક નવા યુગનો પ્રારંભ કરવાનો શ્રેય નીતિનભાઈ અને ભાનુભાઈ ને જાય છે. સર્વપ્રથમ આ 9 કન્યાઓથી બન્ને મહાનુભવોએ યુગ પરિવર્તન નો પ્રારંભ કરી શાળામાં કન્યાઓને ભણતા શરૂ કર્યું હતું. વર્તમાન સમયમાં તો આદિવાસી ક્ષેત્રની કન્યાઓ શિક્ષણ માટે કાર્યરત છે અને જેમાં હાલ 150 કન્યા શબરી છાત્રાલય કપરાડા માંથી ભણે છે.
સન 1989 માં નીતિનભાઈ, ભાનુભાઈ અને અકેશભાઈ ની સફળતા સાથે એક ઝોપડામાં કન્યાઓને રાખવાનો નિર્ણય કરી છાત્રાલયનો પ્રારંભ કર્યો.
માત્ર 9 કન્યાઓ ની સાથે છાત્રાલયનો આરંભ થયો હતો. છાત્રાલયનું નામ “શબરી છાત્રાલય “રાખવામાં આવ્યું. શરૂઆતના દિવસો બાદ છાત્રાલયનો ધીરે ધીરે વિકાસ થવા લાગ્યો. હવે કાચા ઘરને પાકું બનાવવાનો નિર્ણય કર્યો. પરંતુ પરિસ્થિતિ એ હતી કે પાકું મકાન બનાવવા જમીન કોણ આપશે?આ સમસ્યાનું સમાધાન કર્યું ઊર્મિલાબેન ભટ્ટે જે હિતેન્દ્રભાઈ દેસાઈ ની સરકારમાં આરોગ્ય મંત્રી હતા. ઊર્મિલાબેનએ નિતીનભાઈની આદિવાસી ની ઉત્તમ સોચ અને કાર્યની સરાહના કરતા મદદ કરવાનો નિર્ણય કર્યો. ઊર્મિલાબેન ભટ્ટે જે કિંમત કહી હતી એ કિંમતનો ચેક આપી સન 1999માં બન્ને પક્ષની સહમતી સાથે શબરી છાત્રાલયની જગ્યા મળી અને એક સાલમાં પાકું મકાન તૈયાર થઈ ગયું.આજે કપરાડા શબરી છાત્રાલય અનેક સુવિધાઓથી સજ્જ છે. અને આદિવાસી કન્યાઓ સારું શિક્ષણ મેળવી રહી છે.Ad.