હેરોઇન ઝડપાયું: વેરાવળ બંદરેથી કરોડોનું દરિયાઈ માર્ગે ફિશિંગ બોટમાં અંદાજે 13 કરોડનો જથ્થો વેરાવળ લવાયો, 9 ખલાસીની ધરપકડ

0
91

રૂપિયા 13 કરોડની માતબર રકમનો જથ્થો હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

અરબી સમુદ્રમાં દરિયાઈ માર્ગે આવતા નશીલા પદાર્થના મોટા જથ્થાને સુરક્ષા એજન્સીએ ઝડપી પાડ્યો છે.

વેરાવળ બંદરેથી કરોડોનો હેરોઇનનો જથ્થો ઝડપાયો છે. દરિયાઈ માર્ગે ફિશિંગ બોટમાં આ હેરોઇનનો જથ્થો વેરાવળ લાવવામાં આવ્યું હતું. જે મધ્યરાત્રીના બાતમી આધારે પોલીસે ઝડપી પાડ્યું છે. રૂપિયા 13 કરોડની માતબર રકમનો જથ્થો હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જે FSL રિપોર્ટ આવ્યા બાદ આ માદક પદાર્થ હેરોઇન હોવાની માહિતી બહાર આવી હતી. હાલ FSL સહિત ગીર સોમનાથ SOG અને LCB સહિતની બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યું છે.અરબી સમુદ્રમાં દરિયાઈ માર્ગે આવતા નશીલા પદાર્થના મોટા જથ્થાને સુરક્ષા એજન્સીએ ઝડપી પાડ્યો છે. સૂત્રોમાંથી માહિતી વિગતો મુજબ વેરાવળ નજીકના સમુદ્રમાંથી સુરક્ષા એજન્સીઓને મળેલી બાતમીના આધારે એક ફિશિંગ બોટમાં વેરાવળ બંદર ઉપર આવી રહેલા હેરોઇનના મોટા જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે.

એસઓજી એલસીબી સહિતની સુરક્ષા એજન્સીઓ
દ્વારા બોટમાંથી ઝડપાયેલા 9 જેટલા ખલાસીઓનું
ઇન્ટરોગેશન કરવામાં આવી રહ્યું છે.
આધારભૂત સૂત્રોમાંથી માહિતી મળી રહી છે તે મુજબ
રાજકોટના અમુક રીસીવરો આ નશીલા પદાર્થની
ડીલીવરી લેવા માટે વેરાવળ બંદર ઉપર પણ આવી
પહોંચ્યા હોવાની સુરક્ષા એજન્સીઓને બાતમી મળી
છેય સુરક્ષા એજન્સીઓ દ્વારા આ દિશામાં પણ
તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે.
હાલ સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે.
ત્યારે આ નશીલા પદાર્થની હેરાફેરીમાં સ્થાનિક કોઈ
માછીમાર અથવા કોઈ એવા ગુનાહિત માનસ ધરાવતા
તત્વોની સંડોવણી છે કે કેમ? આ ઉપરાંત આ નશીલા
પદાર્થનો જથ્થો કોણે મોકલ્યો હતો. કોના દ્વારા
મંગાવામાં આવ્યો હતો તે દિશામાં તપાસનો ધમધમાટ
હાથ ધરવામાં આવ્યો છે.

Ad.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here