ધરમપુર તાલુકાના પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ સહાય આપવામાં આવી
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આદિવાસી ક્ષેત્રમાં અંતરિયાળ વિસ્તારમાં સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં મેડિકલ સહાય કરવામાં આવી.
માનવ સેવા સંઘ અને સેવા ફાઉન્ડેશન સુરતના સહયોગથી રિ.પ્રિ.બી.એન.જોશીની કર્મભૂમિ ધરમપુર તાલુકાના આદિવાસી ક્ષેત્રમાં આવેલા ભેંસદરા ધામણી મોહનાકાંચાલી તૂટરખેડ અને જામલિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં મેડિકલ સહાય આપવામાં આવી હતી. ઓક્સિજન કોન્ટેસ્ટ્રેટર પાંચ લીટર ઓક્સિજન હવા માંથી આપી શકાય તેવા 6 મશીન નંગ ઓકસોમીટર ફિંગર થી ઓક્સિજન માપી શકાય
8 થર્મોમીટર તાવ માપવા માટે 100 નંગ ગ્લોજ 5 લીટર સેનેટાઇઝર કોરોના 19 ને જરૂરી 4 ટેબ્લેટ લિક્વિડ બોટલ 10 નંગ 200 ટેબ્લેટ 2 પ્રકારની ટેબલેટ આપી 200 નંગ માસ્ક રેગ્યુલર આવતા દર્દીઓને બિસ્કીટ આપવામાં આવિયા હતા.
ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં દૂર દૂર માનવ સેવા છાંયડો ના ઉપ પ્રમુખ રામજીભાઈ અને દાતા સુભાષભાઈ ,શબરી છાત્રાલયના ટ્રસ્ટી ડો. બી. જોષી, ડૉ. પૂજા પારડી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના અધ્યક્ષ નિર્મણાબેન કેશવભાઇ જાદવ, રંગજીભાઇ , સુભાષભાઈ ની ટીમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જઇ ડોક્ટર અને નર્સ જરૂરી તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.