બજેટ ના મંજૂર / અરનાલા ગ્રામ પંચાયતનું બજેટ ના મંજૂર થયું

0
184

અરલલા ગ્રામ પંચાયતનું બજેટ ના મંજૂર થયું કુલ 8 માંથી 6 સભ્યોએ વિરોધ નોંધાવતા પારડી તાલુકાના અરનાલા પંચાયત સુપરસીડ થવાની શક્યતા

અરનાલા ગ્રામ પંચાયતનું બજેટ બુધવારે નામંજૂર થતાં હલચલ મચી ગઈ છે. બજેટ બહુમતી સભ્યોએ ના મંજૂર કરતાં સમગ્ર પંચાયત સુપરસીડ થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. આ અંગે મળેલી વિગતો અનુસાર બુધવાર સવારે 12.00 વાગ્યાના અરનાલા ગ્રામ પંચાયતમાં સામાન્ય સભા બોલાવાઇ હતી. જેમાં બજેટ રજૂ કરાયું હતું બજેટને લઈ કુલ 8 સભ્યોમાંથી 6 સભ્યોએ

  • 1.વિભૂતિ બેન ચંપકભાઈ પટેલ ડે. સરપંચ
  • 2.પુષ્પાબેન મનોજભાઈ ગાંગોડે
  • 3.ભીખીબેન મોહનભાઈ નાયકા
  • 4.શૈલેષભાઈ લક્ષમણભાઇ પટેલ
  • 5.શીદીક હફીઝભાઈ
  • 6.ગિરીશ ભાઇ ઝવેરભાઈ પટેલ

વિરોધ નોંધાવતા હલચલ મચી ગઈ છે. સરપંચ સરિતાબેન હસમુખભાઈ પટેલ સાથે એકમાત્ર સભ્ય હોવાથી સામાન્ય સભામાં બજેટ નામંજૂર થવાને લઇ પંચાયતમાં બે ભાગ પડી ગયા હતા.

સમગ્ર મામલે અરનાલા ગ્રામ પંચાયતના શેતલ પટેલ તલાટી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને સમગ્ર રિપોર્ટ સુપ્રત કરવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ 9 માર્ચ ના રોજ પ્રથમ સભામાં 7 સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવીયો હતો

અરનાલા ગ્રામ પંચાયતમાં બજેટ નામંજૂર ને લઇ ગ્રામ પંચાયત સુપરસીડ થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here