આ વખતે ગુજરાતમાં યોજાનારી ચૂંટણીમં ત્રિપાંખિયો જંગ જોવા મળશે. ભરૂચના ચંદેરિયાના વ્હાઈટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટી અને BTP વચ્ચે એક ખાસ બેઠક યોજાઈ હતી. દિલ્હીથી ગુજરાત આવેલા અરવિંદ કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, આ વખતે આમ આદમી પાર્ટી અને BTPની સરકાર ગુજરાતમાં બનશે.
આમ આદમી પાર્ટીને કોઈ સમય ન મળે એ માટે ગુજરાતમાં વહેલી ચૂંટણી કરાવવા તૈયારીઓ થઈ રહી છે. પણ તમે ગુજરાતમાં આજે ચૂંટણી કરાવી લો તમારા પત્તાં સાફ છે.આમ આદમી પાર્ટી સુપ્રીમોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અમારી આ પહેલી પબ્લિક રેલી છે. ગુજરાતની પ્રજા ઈમોશનલ હોય છે. ગુજરાતના સાડા છ કરોડ લોકો સાથે છું. મને ગંદી રાજનીતિ કરતા આવડતું નથી. મને માત્ર કામ કરતા આવડે છે. કેજરીવાલ હંમેશા દિલથી કામ કરે છે. દિલ્હીમાં પહેલા હોસ્પિટલ ખરાબ હતી. પણ અમારી સરકાર આવ્યા બાદ એની સ્થિતિ અને ચિત્ર બદલાયા. દિલ્હીમાં અત્યારે મહોલ્લા ક્લિનિક ખોલ્યા છે. જેમ દિલ્હીમાં ફ્રીમાં વીજળી મળી રહી છે એમ અમારી સરકાર આવશે તો અહીંયા પણ ફ્રીમાં વીજળી મળશે. હું ઈમાનદાર છું એટલે બધુ મફત કરી રહ્યો છું. પૈસા ખાતો નથી. પૈસા ખાવા દેતો પણ નથી. 12 લાખ નોકરીઓ છેલ્લા પાંચ વર્ષમાં લોકોને અપાવી છે. કટ્ટર ઈમાનદાર છું. કેન્દ્ર સરકારે મારા ઘરે અને ઓફિસમાં દરોડા પડાવ્યા પણ એમા એમને કંઈ મળ્યું નથી. એટલે જ હું આજે અહીંયા ઊભો છું. વધુને વધુ લોક આમ આદમી પાર્ટીમાં જોડાય જાય એવી અપીલ કરી છે. હવે ભાજપનું અભિમાન તોડી નાંખો. રવિવારે ભરૂચમાં આદિવાસી સંકલ્પ મહાસંમેલનનું આયોજન કરાયું હતું. તેમણે લોકોને પૂછ્યું હતું કે, તમે મને એ ચાન્સ આપશો ને? મને ભાજપના જ એક વ્યક્તિએ એવું કહ્યું કે, પક્ષને ગુજરાતની કોઈ ચિંતા નથી. મેં એમને કહ્યું તો આ અભિમાન તોડી નાંખો. શું ભાજપને આમ આદમી પાર્ટીની બીક લાગે છે? અત્યારે તે કોઈને સમય આપવા માંગતી નથી.આ ભગવાન મારી સાથે છે. ચૂંટણી છ મહિના પછી કરાવો કે અત્યારે કરવો. આમ આદમી પાર્ટી જીતશે. આ પાર્ટી માત્ર પૈસાદાર લોકો સાથે જ છે. ખાસ કરીને ગુજરાતમાં. ગુજરાતની 6.5 કરોડની પ્રજામાંથી એક પણ એવો ગુજરાતી નથી જે ગુજરાતમાં પક્ષનું કેન્દ્રીય સ્તરે સંચાલન કરી શકે? આ તો ગુજરાતની પ્રજાનું ઈનસલ્ટ છે. અપમાન છે. મહારાષ્ટ્રમાંથી આવેલી એક વ્યક્તિ ગુજરાતમાં આવીને સરકાર ચલાવે છે? કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે. તેમ છતાં કેટલાક માણસો છે જે કોંગ્રેસમાં ઘણા સારા છે. જો તેમણે ગુજરાતમાં કે ગુજરાતીઓ માટે કંઈક સારૂ કરવું હોય તો આવો અમારી સાથે હાથ મિલાવો. ભાજપમાંથી પણ કેટલાક ચહેરાઓ છે જે ખૂબ સારૂ કામ કરે છે. તેઓ પણ હાથ મિલાવી શકે છે. ભાજપમાં ટકી રહેવાથી આમ પણ કંઈ થવાનું નથી. ગુજરાતમાં સરકાર બની તો એજ્યુકેશન મફત અને સારી મેડિકલલક્ષી સુવિધાઓ આપીશ.