- સુરેન્દ્રનગર જિલ્લા પત્રકાર એકતા પરિષદની કારોબારી મીટીંગ યોજાઈ…
- જિલ્લા પ્રમુખ પ્રતિકસિહ રાણા એ સભ્ય ફોર્મ અંગે આપ્યું માર્ગદર્શન…..
સુરેન્દ્રનગર નવા સર્કિટ હાઉસ ખાતે જીલ્લા પત્રકાર એકતા પરિષદની ખાસ કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં જીલ્લા સહિત તમામ તાલુકાઓમાં થી પત્રકાર એકતા પરિષદના પ્રમુખ, મહામંત્રી, મંત્રી સહિતના હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગર જીલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ પ્રતિકસિંહ રાણાએ પત્રકાર સંગઠનનો હેતુ, આગામી કાર્યક્રમો વિશે રૂપરેખા તેમજ દરેક હોદેદારોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ ગુજરાત પત્રકાર એકતા પરિષદની સૂચના મુજબ દરેક તાલુકામાં થી નાનામાં નાના પત્રકારને સંગઠનના સભ્ય બનાવી નોંધણી ફોર્મ ભરાવી આગામી દિવસોમાં સરકાર દ્વારા વીમા કવચ સહિતના લાભ અપાવવા દરેક જિલ્લાના હોદેદારોએ માહિતી આપી આહવાન કર્યું હતું. જ્યારે જીલ્લાની ટીમમાં ઉપપ્રમુખ તરીકે અશ્વિનસિંહ રાણા, સંગઠન મંત્રી તરીકે દેવજીભાઈ ભરવાડ અને લીગલ એડવાઈઝર તરીકે ઉમેશભાઈ શુક્લ, આઈ.ટી. સેલ માં દિપકસિંહ વાઘેલા ની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી હતી. આ ઉપરાંત આગામી તાલુકા અને જીલ્લા કક્ષાના કાર્યક્રમો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આયોજન, પસંદગી સમિતિની પણ રચના કરવામાં આવી હતી. આ તકે જીલ્લા અને તાલુકા પત્રકાર એકતા પરિષદના હોદેદારો સહિત પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા સુરેન્દ્રનગર