વલસાડ જિલ્લામાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩’ નો શુભારંભ કરાવતા નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

0
176

  • વલસાડ જિલ્લામાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩’ નો શુભારંભ કરાવતા નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
  • પારડી તાલુકાના ડુંગરી તળાવને ઊડું કરવાના રૂ.પાંચ લાખના કામનું ખાતમુહૂર્ત કર્યું
  • દરેક જિલ્લામાં ૭૫ તળાવો બનાવવાનું ધ્યેય છે – મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
  • જીલ્લામાં રૂ.૧૪.૪૦ કરોડના કુલ ૪૨૧ કામો હાથ ધરાશે

વલસાડના પારડી તાલુકાના ડુંગરી ગામા ખાતે નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ તા.૧૯-૦૨-૨૦૨૩ના રોજ સવારે ૧૧-૦૦ વાગ્યે ડુંગરી તળાવને ઉંડુ કરવાના રૂ. ૫ લાખના કામનું ખાતમુહૂર્ત કરી જિલ્લામાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩’નો શુભારંભ કરાવ્યો હતો.

આ યોજના અંતર્ગત જિલ્લામાં તળાવ ઉંડા કરવાના અને નદી પુન: જીવિત કરવાના રૂ.૧૪.૪૦ કરોડના કુલ ૪૨૧ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કામોમાં રૂ.૪.૪૦ કરોડના ૭૧ કામો લોક ભાગીદારીથી, મનરેગા હેઠળ રૂ.૨.૫૫ કરોડના ૧૮૬, ડિપાર્ટમેન્ટલ કામગીરી હેઠળ રૂ.૬.૮૮ કરોડના ૧૨૬, વન વિભાગ ડિપાર્ટમેન્ટલ કામગીરી હેઠળ રૂ.૧ કરોડના ૩૩ અને નગરપાલિકા ડિપાર્ટમેન્ટલ કામગીરી હેઠળ રૂ.૫.૪૬ લાખના ૫ કામો હાથ ધરવામાં આવશે.

કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, માં નર્મદાના ‘સરદાર સરોવર યોજના’ થકી ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યાનો હંમેશ માટે ઉકેલ આવ્યો છે. આ પણૂ જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ધરાવતો જિલ્લો છે ત્યારે વધારાના અને વેડફાઈ જતા પાણીનો સુજલામ સુફલામ યોજના દ્વારા અનેકવિધ કાર્યોના આયોજન થકી ભવિષ્ય માટે જળ સંચય કરવાઓ એક પ્રયત્ન છે. આ ધ્યેય ત્યારે જ પુરૂ થશે જ્યારે આ સંચિત જળનો સંયમથી ઉપયોગ કરાશે. પ્રધાનમાંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના અમ્રત મહોત્સવ નિમિત્તે આવનારી પેઢીના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સંકલ્પ કર્યો છે કે દરેક જિલ્લામાં ૭૫ તળાવો બનાવવા તેમજ અત્યાર સુધી પર્યાવરણના રક્ષણ માટે ૭૫ જેટલા વડ્ના વનો તૈયાર પણ થઈ ચૂક્યા છે.

સુજલામ સુફલામ યોજના હેઠળ વલસાડના દરેક તાલુકાઓમાં તળાવો ઊંડા કરવાના, નવા ચેકડેમ અને તળાવ બનાવવાની, ચેકડેમ ડિસીલ્ટિંગ, ચેકડેમ રીપેરીંગ, જળાશય ડિસીલ્ટિંગ, રેઇન વોટર હારવેસ્ટિંગ, નહેરોની અને નદી/વોંકળાની સાફસફાઈ, માટીપાળા, ગેબિયન, ચેકવોલ, ખેત તલાવડી, પીવાના પાણીની લાઇનો, વન તલાવડી, નદી કાંઠે વૃક્ષારોપણ, વેસ્ટ વિયર રીપેરીંગ, વગેરે કામો કરવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, સાંસદશ્રી ડૉ. કે .સી.પટેલ અને કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યા હતા
આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન પ્રમુખશ્રી હેમંત કંસારા, જિલ્લા સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, પારડી પ્રાંત અધિકારી ડી. જે. વસાવા, દમણગંગા યોજના વિભાગ વલસાડના કાર્યપાલક ઇજનેર એમ. એમ.ગાંવિત, પારડી તાલુકા પંચાયત પ્રમુખ મિત્તલબેન પટેલ પારડી મામલતદાર આર.આર.ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.
Ad….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here