નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વલસાડના દિવેદ ખાતે રૂ.૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું

0
149

નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વલસાડના દિવેદ ખાતે રૂ.૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું
ઓવરબ્રિજના કારણે લોકોના સમય અને પેટ્રોલની બચત થશે તેમજ પર્યાવરણને પણ ફાયદો થશે – મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

નાણાં,ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વલસાડના દિવેદ ખાતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા અતુલ – દિવેદ (એલ.સી. નં -૯ ૪બી) ખાતે રૂ. ૫૨ કરોડના ખર્ચે ૪૦૮ મીટરના નવા નિર્માણ કરાયેલા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું. આ ઓવરબ્રિજ દ્વારા કોસ્ટલ હાઈવેને જોડતા ભગોદ, ઉમરસાડી તેમજ દઁઅન જવા માટે ટૂંકી કનેક્ટીવીટી મળશે. વલસાડના શહેરી, ગ્રામ્ય વિસ્તાર અને રેલવે ઓવરબ્રિજની આસપાસના ગામોને રેલવે ફાટક ઉપર સમય વેડફ્યા વિના ગામોઅમાં ઝડપી ઈન્ટર કનેક્ટીવીટી મળશે.

ઓવરબ્રિજના લોકાર્પણ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ ઓવરબ્રિજ દ્વારા લોકોને ઝડપી કનેક્ટીવીટી મળશે અને રેલવે ફાટકની સમસ્યા રહેશે નહીં. લોકોના કિંમતી સમય અને પેટ્રોલની પણ બચત થશે જેના કારણે પર્યાવરણને પણ ફાયદો થશે. ગુજરાતમાં વર્ષ ૨૦૦૨ થી ૨૦૧૪ સુધીમાં તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની તાસીર બદલી નાંખી છે. ત્યારે ૨૦૧૪થી લોકોએ એમને વડાપ્રધાન તરીકે દેશના પ્રતિનિધિ બનાવ્યા બાદ એમની આગેવાનીમાં સમ્ગ્ર દેશે નવું ભારત બનતાં જોયું છે. ભારત જી-૨૦નું અધ્યક્ષપદ પણ શોભાવે છે તેમજ દરેક ક્ષેત્રે ભારત પોતાનું આગવું સ્થાન બનાવી રહ્યું છે એનો સૌથી વધું યશ દેશના યુવાઓને જાય છે. દેશના કમાતા યુવાધનને કારણે ખુબ જ જલ્દી ભારત વિશ્વનો નંબર.૧ દેશ બની જશે. આ બ્રિજને કારણે દરેક નાગરિકોને ફાયદો થશે જેના અભિનંદન પાઠવ્યાં હતા.
આ પ્રસંગે સાંસદ ડૉ.કે.સી.પટેલ અને વલસાડ ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા.
આ અવસરે જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, કલેકટરશ્રી ક્ષિપ્રા એસ. આગરે, સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઈ, પ્રાંત અધિકારી નિલેશ કુકડિયા અને પશ્ચિમ રેલવેના એરિયા મેનેજર અશોક ત્યાગી ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here