કપરાડા તાલુકાના ધોધડકુવા ગામે રહેતા અને વડોદરામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા એક શિક્ષકના બંધ ઘરમાં તસ્કરોએ હાથ સફાયો કર્યો

0
405

બંધ મકાનમાં ચોરી કપરાડાના ધોધડકુવા ગામે શિક્ષકના બંધ મકાનનું તાળું તોડી સોના ચાંદીના દાગીના મળી કુલ 1.31 લાખનો મુદ્દામાલ ઉઠાવી શખ્સો ફરાર

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં રહેતા અને વડોદરામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા એક શિક્ષકના બંધ ઘરમાં તસ્કરોએ હાથ સફાયો કર્યો હતો. લોખંડના કબાટમાં મુકેલ સોના ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા મળી કુલ 1.31 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. પાડોશીઓ ઘટના અંગે શિક્ષકને જાણ કરતા શિક્ષકે તાત્કાલિક ઘરે આવી ઘરમાં ચેક કરતા લોખંડના કબાટમાં મુકેલ સોના ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા મળી કુલ 1.31 લાખની તસ્કરો ચોરી કરી ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. નાનાપોઢા પોલીસને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Ad..

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ધોધડકુવા ગામે નિશાળ ફળિયામાં રહેતા અમ્રતભાઈ પરસોતભાઈ પટેલ, કે જેવો શિક્ષક તરીકે વડોદરા ખાતે નોકરી કરે છે, અને રજાઓના સમયમાં પોતાના ગામ ધોધડકુવા ખાતે વારે તહેવારે સમય ગાળવા આવતા હોય છે, પરંતુ ગત તારીખ 10 ના રોજ તેઓના બંધ ઘરના મકાનનું તાળું તોડી કોઈક ચોરએ ઘરમાં રાખેલા કબાટમાંથી દોડ તોલાનું સોનું, કે જેની કિંમત રૂપિયા 35,000 હજાર, ગળામાં પહેરવાનો સોનાનો સેટ બે તોલાનો જેની 45,000 હજાર, મંગળસૂત્ર 50,000 અને ચાંદીના સાંકલા 1,000, મળી રૂપિયા 1,31,000 ની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કોઈ ચોર ઈસમ કરી ગયો હોવાનું તેમના ભત્રીજા ને ઘરે પહોંચી તાળો તૂટેલું જોતા ખબર પડી, અને તે બાદ તેમણે પોતાના કાકા અમૃતભાઈને ફોન ઉપર જાણ કર્યા બાદ તેમણે આ સમગ્ર બાબતે નાનાપોંઢા પોલીસ મથક ખાતે ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે, અચાનક બંધ મકાનમાં થયેલી ચોરીને પગલે સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ છે.

Ad

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here