નાનીવહીયાળ હાઈસ્કૂલ ને પ્રથમવાર કેન્દ્ર ફળવાતા- કુલ -332 વિધાર્થીઓ એ પરીક્ષા આપી

0
354

સેન્ટર નંબર 6632નાનીવહીયાળ હાઈસ્કૂલ મા એસ. એસ. સી. બોર્ડ ની પરીક્ષા શાંતિ પુર્ણ માહોલમા સંપન્ન

તા 14 માર્ચ 2023 થી શરુ થતી એસ એસ સી બોર્ડ ની પરીક્ષા નુ સેન્ટર નંબર -6632 વોક ટુ ગેધસઁ શ્રી ઉમેદભાઈ દોશી સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નાનીવહીયાળ કેન્દ્ર પ્રથમ વાર ફાળવેલ હતુ જેમા નાનીવહીયાળ હાઈસ્કૂલ .દિવાલય માધ્યમિક અને ઊ.મા શાળા ફુલવાડી અને સરકારી માધ્યમિક શાળા ધામણી ના કુલ- 335 વિધાર્થી ઓમાથી કુલ -332 વિધાર્થીઓ એ પરીક્ષા આપી હતી.
દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળ સુરત ના ટ્રસ્ટી ઓ અને શાળાના આચાર્ય સ્થળ સંચાલક શૈલેશકુમાર આર પટેલ શાળા વાલીમંડળના પ્રમુખ દિલીપભાઈ પટેલ ઉપપ્રમુખ કમલેશભાઈ પટેલ. સભ્યો જુગલભાઈ, નારણભાઈ અને શાળા પરીવારે વિધાર્થીઓ ને ફુલ આપી ચોકલેટ. સાકર ખવડાવી શુભેચ્છાઓ અને શુભકામના પાઠવી હતી.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here