વલસાડ જિલ્લામાં ઉચ્ચતર માધ્યમિક સામાન્ય બોર્ડનું 63.16% પરિણામ નોંધાયું, A1 ગ્રેડમાં 5 વિદ્યાર્થીઓ

0
349

  • વલસાડ જિલ્લામાં ઉચ્ચતર માધ્યમિક સામાન્ય બોર્ડનું 63.16% પરિણામ નોંધાયું, A1 ગ્રેડમાં 5 વિદ્યાર્થીઓ
  • વલસાડ વલસાડ જિલ્લાના HSCના વિદ્યાર્થીઓ આતુરતાથી બોર્ડના પરિણામની રાહ જોઈ રહ્યા હતા. બોર્ડનું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવામાં આવેલી પરીક્ષાનું પરિણામ બોર્ડ દ્વારા આજે ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વલસાડ જિલ્લામાં HSC સામાન્ય પ્રવાહમાં પરીક્ષા માટે નોંધાયેલા 11,735 વિદ્યાર્થીઓ પૈકી 11,687 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં વલસાડ જિલ્લામાં A1 ગ્રેડમાં 5 વિદ્યાર્થી નોંધાયા છે. વલસાડ જિલ્લામાં HSC સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Ad.

ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી બોર્ડની પરીક્ષા પૈકી HSC સામાન્ય પ્રવાહનું પરિણામ આજે બોર્ડ દ્વારા ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું છે. જે પૈકી વલસાડ જિલ્લામાં નોંધાયેલા 11,735 ફ્રેશ વિદ્યાર્થીઓ પૈકી 11,687 વિદ્યાર્થીઓએ સંપૂર્ણ પરીક્ષા આપી છે. વલસાડ જિલ્લામાં A1 ગ્રેડમાં 5, A2 ગ્રેડમાં 139 વિદ્યાર્થીઓ અને B1 ગ્રેડમાં 595, B2 ગ્રેડમાં 1,423, C1 ગ્રેડમાં 2,370, C2 ગ્રેડમાં 2,385, જ્યારે D ગ્રેડમાં 463 વિદ્યાર્થોઓએ સ્થાન મેળવ્યું છે.

Ad..

વલસાડ જિલ્લામાં HSC સામાન્ય પ્રવાહનું 63.16% પરિણામ જાહેર થયું છે. વલસાડ જિલ્લામાં આવેલા 13 કેન્દ્રોમાં વલસાડ કેન્દ્ર 75.38%, વાપી કેન્દ્ર 66.95%, ધરમપુર કેન્દ્ર 57.13%, પારડી કેન્દ્ર 62.11%, અટાર કેન્દ્ર 61.45%, ઉટડી કેન્દ્ર 63.16%, ફણસવાળા કેન્દ્ર 76.16%, સરીગામ કેન્દ્ર 55.04, નારગોલ કેન્દ્ર 67.66, રોણવેલ કેન્દ્ર 50.15, નાનાપોઢા કેન્દ્ર 71.33%, કરવડ કેન્દ્ર 39.68% અને કપરાડા કેન્દ્રનું 72.66% પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. વલસાડ વલસાડ જિલ્લાના HSCના વિદ્યાર્થીઓ આતુરતાથી બોર્ડના પરિણામની રાહ જોઈ રહ્યા હતા. બોર્ડનું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Ad..


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here