દેશમાં ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય : આજે એકસાથે 26 રાજ્યોને મેઘરાજા ધમરોળી નાખશે, રેડ- ઓરેન્જ એલર્ટ જાહેર, IMDએ આપી વૉર્નિંગ

0
157

આગાહી / 4-5 નહીં, આજે એકસાથે 26 રાજ્યોને મેઘરાજા ધમરોળી નાખશે, રેડ-ઓરેન્જ એલર્ટ જાહેર, IMDએ આપી વૉર્નિંગ

  • દેશમાં ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય
  • દિલ્હી સહિત 26 રાજ્યોમાં વરસાદની આગાહી
  • કેરળમાં ભારે વરસાદને લઈને IMDનું રેડ એલર્ટ

ચોમાસાની શરૂઆતથી જ વરસાદી માહોલ જારી રહ્યો છે. આસામ, ગુજરાત સહિત દેશભરના અનેક રાજ્યોમાં વરસાદ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જુલાઈમાં પણ વરસાદ ચાલુ રહેશે. રાજધાની દિલ્હીમાં આજે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત હરિયાણાના આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે.

Ad..

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 4 જુલાઈએ દિલ્હીમાં આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે અને હળવો વરસાદ પડશે. આજે દિલ્હીમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. 3 જુલાઈના રોજ દિલ્હીમાં મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1 ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું. IMD અનુસાર, ચોમાસું નિર્ધારિત કરતા પહેલા દેશના દરેક ખૂણે પહોંચી ગયું છે. IMDએ આજેદેશના 26 રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે.

ad..

કેરળમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ
IMD અનુસાર, 4 જુલાઈએ આસામ, મેઘાલય, કોસ્ટલ કર્ણાટક, દક્ષિણ આંતરિક કર્ણાટક અને કેરળમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. IMDએ કેરળમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. IMDએ આજે અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને યનમ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

Ad..

  • દેશના આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા

IMD અનુસાર, આજે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઝારખંડ, બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, વિદર્ભ, છત્તીસગઢ, તેલંગાણા, રાયલસીમા, ઉત્તર આંતરિક કર્ણાટક, લક્ષદ્વીપમાં પણ અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે આંદામાન અને નિકોબાર ટાપુઓ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, ઓડિશા, ઝારખંડ, બિહાર, પૂર્વ ઉત્તર મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, મરાઠવાડા, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ અને યાનમ, તેલંગાણા, રાયલસીમા, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ અને અન્ય સ્થળોએ વીજળી પડવાની, ભારે પવન (40-50 કિમી પ્રતિ કલાક)ની સાથે વરસાદની પણ શક્યતા છે.

Ad..

  • માછીમારોને અપાઈ સલાહ

ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, પશ્ચિમ-મધ્ય અને દક્ષિણ-પશ્ચિમ અને પૂર્વ-મધ્ય અરબ સાગરની આસપાસના ભાગો, દક્ષિણ અને મધ્ય બંગાળની ખાડીમાં 45-55 કિમી પ્રતિ કલાકથી લઈને 65 કિમી પ્રતિ કલાક સુધીની ઝડપે ભારે પવનની સંભાવના છે. કેરળ-કર્ણાટક-દક્ષિણ મહારાષ્ટ્રના દરિયાકિનારા, મન્નારની ખાડી, લક્ષદ્વીપ વિસ્તાર, શ્રીલંકાના કિનારે દક્ષિણ અને મધ્ય બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રની બાજુમાં અને તેની નજીક 40-45 કિમી પ્રતિ કલાકની ઝડપે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. માછીમારોને આ વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here