અંગ્રેજોએ દેશની ગુરૂકુળ શિક્ષણ પદ્ધતિ બદલી દેશને ગુલામ બનાવ્યો હતો પણ હવે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમલી બનાવેલી નવી શિક્ષણ નીતિથી વિદ્યાર્થી દેશનો સારો નાગરિક બનશે: મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

0
719

  • કપરાડામાં રૂ. ૧.૩૪ કરોડના ખર્ચે બનેલા પુસ્તકાલય કમ રીડીંગ સેન્ટરનું નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરાયુ
  • શિક્ષણ એ કોઈપણ સમાજ કે દેશના વિકાસ માટેનું અગત્યનું માધ્યમ છે: મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
  • અંગ્રેજોએ દેશની ગુરૂકુળ શિક્ષણ પદ્ધતિ બદલી દેશને ગુલામ બનાવ્યો હતો પણ હવે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમલી બનાવેલી નવી શિક્ષણ નીતિથી વિદ્યાર્થી દેશનો સારો નાગરિક બનશે: મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
  • લાઈબ્રેરીના મેઇન્ટેનન્સ માટે ધારાસભ્ય ફંડમાંથી દર વર્ષે રૂ. 5 લાખ આપવાની જાહેરાત કરતા ધારાસભ્યશ્રી જીતુભાઇ ચૌધરી

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વાંચનની સુવિધા મળી રહે તે માટે જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ જિલ્લા સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ મળી કુલ રૂ. 1 કરોડ 34 લાખના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે સજ્જ પુસ્તકાલય કમ રીડીંગ સેન્ટરનું રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.લાઈબ્રેરીના લોકાર્પણ સમારંભના અધ્યક્ષ અને રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, કોઈપણ વહીવટી તંત્ર કેવી રીતે ચાલે છે તેનો આધાર વહીવટ કેવી રીતે થાય તેના પર હોઈ છે. સરકારી કામો કરવા માટે આયોજન થાય છે કે કેટલા પૈસા ક્યાં ખર્ચાવા જોઈએ. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારી વહીવટકર્તાઓ નક્કી કરે છે કે, જે વિસ્તારમાં સૌથી વધુ જરૂરિયાત છે તેવા કામો થવા જોઈએ તેનું સૌથી ઉત્તમ ઉદાહરણ આ લાઈબ્રેરી છે. આપણા આયોજનમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, પોકેટ ગાર્ડન, લાઈબ્રેરીની સાથે સાથે વિશાળ જનહિતને ધ્યાનમાં લઈ આરોગ્ય અને શિક્ષણની સુવિધાનો પણ સમાવેશ કરવો જોઈએ. શિક્ષણ એ કોઈપણ સમાજ કે દેશના વિકાસ માટેનું અગત્યનું માધ્યમ છે. અંગ્રેજો ભારત પર રાજ કરવા આવ્યા ત્યારે તેઓએ સૌ પ્રથમ આપણી રામાયણ અને મહાભારત કાળથી ચાલી આવતી ગુરૂકુળની શિક્ષણ પદ્ધતિ બદલી નાખી દેશને ગુલામ બનાવી દીધો હતો. હાલ આપણા દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી છે જે અનુસાર દરેક વિદ્યાર્થીને સારું શિક્ષણ મળશે અને સારો નાગરિક બનશે. આ નવી લાઇબ્રેરીમાં સરકારી નોકરી માટે અને પોતાની અભિવ્યક્તિ માટે વાંચન કરશે તો ભવિષ્યમાં સારા વ્યક્તિ, નેતા અને શિક્ષક બની શકશે. જેથી બીજા તાલુકામાં પણ લાઈબ્રેરી બને તે માટે વહીવટીતંત્ર પ્રયાસ કરશે તેની ખાતરી છે.
જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહે જણાવ્યું કે, સંપૂર્ણ આદિવાસી એવા કપરાડા તાલુકામાં લાઈબ્રેરીનો અભાવ હતો જે ખોટ આજે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીના અથાગ પ્રયત્નોથી આજે પુરી થઈ છે અને કપરાડા તાલુકાને અદ્યતન સુવિધા સાથેની લાઈબ્રેરી મળી છે. સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે આ લાઈબ્રેરી ખૂબ જ ઉપયોગી બનશે.કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઇ ચૌધરીએ જણાવ્યું કે,આજે જ્ઞાનનો દિવસ ખુલ્યો છે. ભવિષ્યના વિઝન માટે લાઈબ્રેરી બનાવી છે. જેમાં ધો.1 થી લઈને 12 સુધી તેમજ ત્યારબાદ જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ લાઈબ્રેરી જીવન ઘડતર સમાન બનશે. શિક્ષા અને જ્ઞાન થકી દેશની પ્રગતિ થશે. ખજાનાનો ભંડાર પુસ્તકોમાં છે. ગાંધીનગરમાં મેં જોયું છે કે, સરકારી નોકરીની પરીક્ષા માટે તૈયારી કરતા યુવાનો સવારે 6 થી રાત્રે 12 વાગ્યા સુધી લાઇબ્રેરીમાં વાંચતા હોઈ છે. કપરાડાને લાઈબ્રેરીની ભેટ મળી છે પરંતુ તેની જાળવણી અને નિભાવની જવાબદારી આપણા સૌની છે. લાઈબ્રેરીના મેઇન્ટેનન્સ માટે હું ધારાસભ્ય ફંડમાંથી દર વર્ષે રૂ. 5 લાખ આપીશ એવી જાહેરાત શ્રી ચૌધરીએ કરતા તાળીઓના ઘડઘટાડથી તેમને વધાવી લેવાયા હતા.

Ad.લાઈબ્રેરીના લોકાર્પણની રૂપરેખા આપતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીએ જણાવ્યું હતું કે, કપરાડા તાલુકામાં રૂ. 1 કરોડ 34 લાખના ખર્ચે લાઈબ્રેરી ભેટ રૂપે આપી છે. જે માટે કપરાડા તાલુકા પંચાયતે રૂ. 35 લાખની ગ્રાન્ટ આપી તે અભિનંદનને પાત્ર છે. વીજળીની બચત અને ઝીરો વીજબીલ માટે સોલારની સુવિધા પણ ઉપલબ્ધ છે. જરૂરી પુસ્તકો વાંચવા માટે સૂચનો આવકાર્ય છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે આ લાઈબ્રેરી ખૂબ જ ઉપયોગી નીવડશે એવો આશાવાદ શ્રી ગુરવાનીએ વ્યક્ત કર્યો હતો.લાઈબ્રેરીને સાકાર કરવા માટે યોગદાન આપનાર ગાંધીનગર ગ્રંથાલયના નિયામકશ્રી ડો.પી.કે.ગોસ્વામી, મા ફાઉન્ડેશનના સીઈઓ અમિત મહેતા, કપરાડાના તાલુકા વિકાસ અધિકારી સંદીપ ગાયકવાડ, કપરાડા તાલુકાના આર એન્ડ બી (પંચાયત)ના મદદનીશ ઈજનેર નીતિન ચૌધરી અને અધિક મદદનીશ ઈજનેર અલય પટેલનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ મોહનભાઇ ગરેલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ગુલાબ રાઉત, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ ધવલભાઈ પટેલ, શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિર્મલાબેન જાદવ, જિલ્લા શિક્ષણાધિકારી બી.ડી.બારીયા શાસક પક્ષ નેતા જિલ્લા પંચાયત વલસાડ શૈલેષ પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાનાપોંઢા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષિકા જાગૃતિબેન ચૌધરીએ કર્યું હતું. જ્યારે આભારવિધિ કપરાડા આર એન્ડ બી (પંચાયત)ના ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર સાગર બાગુલે કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here