વલસાડ જિલ્લામાં મેઘ મહેર મુખ્ય પાક ડાંગર સહિતના ખેતીના પાકોને નવજીવન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ ..

0
162

  • વરસાદ લાંબા વિરામ બાદ ફરી એક વખત વલસાડ જિલ્લામાં મેઘ મહેર મુખ્ય પાક ડાંગર સહિતના ખેતીના પાકોને નવજીવન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ ..
  • મોડી રાત્રે વીજળી ના કડાકા ભડાકા સાથે જામ્યો વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. મોડી રાતથી જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.

2 વાગ્યા પછી મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે કપરાડા વલસાડ વાપી ધરમપુર સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં તોફાની વરસાદ વરસ્યો હતો.અને થોડીજ વારમાં વરસાદને કારણે રાત્રે રોડ અને ખેતરમાં પાણી પાણી થઈ ગયા હતા. મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી. પરિણામે મોડી રાતથી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને મધરાત બાદ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.આમ ફરી એક વખત જિલ્લામાં મેઘ મહેર થતા જિલ્લાના મુખ્ય પાક ડાંગર સહિતના ખેતીના પાકોને નવજીવન મલતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ડાંગર અને વેલાવાળા પાક પડી ગયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

હજુ પણ આગામી સમયમાં જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આથી વલસાડ જિલ્લાના ખેડૂતોમાં ખુશી છે. ગરમી અને બફારાના માહોલમાં વરસાદીનમાહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી આથી
લોકોએ રાહત અનુભવી હતી.વલસાડ જિલ્લામાં વરસેલા વરસાદ પર એક નજર કરીએ તો..વલસાડ 3.2 ઇંચ, ધરમપુર 3.36 ઇંચ,પારડી 3.36 ઇંચ, કપરાડા 3 ઇંચ, ઉમરગામ 6 મીમી,વાપી 2.6 ઇંચ
વરસાદ વરસ્યો હતો. હજુ આગામી સમયમાં પણ વલસાડ જિલ્લામાં વરસાદની આગાહીને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here