મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે ઉત્તર ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે.

On: September 11, 2023 11:01 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

16 થી 22 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઇ ચાલુ વર્ષે ચોમાસુ લાંબુ ચાલશેઃ પરેશ ગોસ્વામી

રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે. તેમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ચાલુ વર્ષે ચોમાસુ લાંબુ ચાલશે. તેમજ 16 થી 22 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે તેથી વરસાદ આવશે.

16 સપ્ટેમ્બરથી રાજ્યમાં ભારે વરસાદની શરૂઆત થશે

16 સપ્ટેમ્બરથી રાજ્યમાં ભારે વરસાદની શરૂઆત થશે. ત્યારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે ઉત્તર ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. તેમજ ડેમોમાં નવા પાણી આવશે.
કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી14 અને 15 સપ્ટેમ્બરે દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથમાં વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આજે વલસાડ, નવસારી, ડાંગ અને સુરતમાં વરસાદની શક્યતા છે. જ્યારે 13 સપ્ટેમ્બરે એટલે કે આવતીકાલે સુરત, નવસારી, નર્મદા, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી અને ભાવનગર, અમરેલી તેમજ ગીર-સોમનાથમાં વરસાદની શક્યતા છે. તેમજ 14 અને 15 સપ્ટેમ્બરે દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથમાં વરસાદ પડી શકે છે. 16 સપ્ટેમ્બરે પણ આ તમામ સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.

Ad..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!