કપરાડા ની દમણગંગા નદીમાં તણાઈ જવાથી 3 વ્યક્તિમાં એકનું  મોત, એકનો બચાવ એક હજુ લાપતા

On: September 14, 2023 2:49 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

(પરિવાર અને ગ્રામજનોમાં ભારે શોક નો માહોલ )

By : Dasharath kadu

વલસાડના કપરાડા તાલુકાના આસલોણાની દમણગંગા નદીના ચેકડેમ પરથી 3 વ્યક્તિઓ વહેલી જઈ રહ્યા હતા અચાનક પાણી આવતા 3 વ્યક્તિઓ તણાઇ ગયા .

પ્રાપ્ત માહિતી મુજબ ગઈ કાલે સવારે 13મી ના રોજ આસલોણા ગામના અમૃતભાઈ લક્ષમણ ભાઇ ધનગર ઉંમર 50,અમૂલભાઈ આબાદાશ ચિખલે ઉંમર 11,જગદીશ અમ્રતભાઈ ધનગરા ઉંમર 11 જેઓ 3 વ્યક્તિઓ વહેલી સવારે દમણગંગા નદીના ચેકડેમ પરથી પસાર થઈ રહ્યા હતા. અચાનક નદીમાં પાણી આવી જતાં 3 વ્યક્તિ ઓ તણાઈ ગયા હતા.

દમણગંગા નદીના ચેકડેમ પરથી 3 માંથી જગદીશ અમ્રતભાઈ ધનગરા ઉંમર 11પાણી માંથી તરીને બહાર નીકળી ગયો હતો આબાદ બચાવ થયો છે.

જ્યારે અમૃતભાઈ લક્ષમણ ભાઇ ધનગર ઉંમર 50,અમૂલભાઈ આબાદાશ ચિખલે ઉંમર 11 પાણી તણાઈ ગયા હતા. 2 વ્યક્તિઓ લાપતા થતા સ્થાનિક ગ્રામજનોએ દમણગંગા નદીમાં શોધવા માટે પ્રયત્નો કર્યા હતા. કપરાડા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી. પોલીસ દ્વારા ફાયરબ્રિગેડ ને જાણ કરવામાં આવી હતી. 2 વ્યક્તિ લાપતા દિવસ દરમિયાન મળી આવેલ નથી.

24 કલાક બાદ સગીર બાળક અમૂલભાઈ આબાદાશ ચિખલેની વહેલી સવારે બોડી મળી આવી. એક બાળકનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે. જે મામલે પોલીસ વધુ તપાસ કરી રહ્યા છે.પોલીસે મૃતદેહોનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હજુ એક વ્યક્તિ અમૃતભાઈ લક્ષમણભાઇ ધનગરની દમણગંગા નદીમાં શોધવા માટે ફાયરબ્રિગેડ ધરમપુર અને ગ્રામજનો પ્રયત્નો કરી રહ્યા છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!