
- ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં 24 કલાક ભારે વરસાદ થઇ શકે રાજ્યમાં છેલ્લા થોડાં દિવસોથી વરસાદની સવારી જોવા મળી રહી છે. આ વચ્ચે આગામી દિવસોમાં હવામાન વિભાગ દ્વારા કચ્છ અને મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Ad..

શુક્રવારથી વરસાદનું જોર ઘટવાનું અનુમાન છે. સિઝનનો 110 ટકા વરસાદ ગુજરાતમાં વરસ્યો છે. આગામી બે દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.
Ad.

હવામાન વિભાગે મંગળવારે કચ્છ, જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં યલો એલર્ટ આપ્યું છે. જ્યારે કચ્છ અને મોરબીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગનું અનુમાન છે કે રાજસ્થાનમાં પ્રેશર સર્જાયું છે જે ઉત્તરીય ભાગમાં આગળ વધ્યું છે જેના કારણે તેની અસર ગુજરાતમાં સૌરાષ્ટ્ર પંથકમાં અને કચ્છમાં જોવા મળશે.
Ad..


આ ઉપરાંત અમદાવાદમાં આગામી બે દિવસ વરસાદના હળવાથી મધ્યમ ઝાપટા પડવાની શક્યતાઓ છે. ગુરુવારે કચ્છ,મોરબીમાં રેડ એલર્ટ અને બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. શુક્રવારથી પ્રેશરની અસર ઓછી થતા વરસાદનું પ્રમાણ ઘટવાની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આજે ક્યાં કેટલો નોંધાયો વરસાદ ?
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ 19 સપ્ટેમ્બર 2023ના રોજ સવારે 6 કલાક પૂરા થતા 24 કલાક દરમ્યાન મહેસાણા જિલ્લાના બેચરાજીમાં 172 mm, બનાસકાંઠાના ભાભરમાં 171 mm અને મહેસાણામાં 164 mm એમ રાજ્યના કુલ ત્રણ તાલુકાઓમાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં 148 mm, એટલે કે પાંચ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.






