
- વલસાડ ACBની ટીમે લાંચિયા મહિલા સરપંચ શિલ્પાબેન પટેલની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.
- વેપારી પાસે સરપંચે દુકાન શરૂ કરવાની મંજૂરીનું અને લોન માટે અભિપ્રાયનું સર્ટી આપવા માટે રૂ. 5 હજારની લાંચની માંગણી કરી હતી.
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના નાની તંબાડી ગ્રામ
પંચાયત વિસ્તારમાં એક કાપડની દુકાન શરૂ કરવા માટે
વેપારીએ બેંકમાં લોનની અરજી કરી હતી. પંચાયતનું
જરૂરી સર્ટી માટે દુકાનદારે અરજી કરી હતી. જે
અરજી પંચાયતના સરપંચના હાથ લાગતા વેપારી પાસે સરપંચે દુકાન શરૂ કરવાની મંજૂરીનું અને લોન માટે અભિપ્રાયનું સર્ટી આપવા માટે રૂ. 5 હજારની લાંચની માંગણી કરી હતી. વેપારી લાંચ આપવા માંગતો ન હોવાથી ACBમાં ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે વલસાડ ACBની ટીમે લાંચનું છટકું ગોઠવી મહિલા સરપંચને લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડી હતી.
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના નાની તંબાડી
ગામમાં દુકાન ભાડે રાખી સાડીનો વેપાર ચાલુ કરેલો
જે વેપાર માટે લોન લેવાની હોવાથી ગ્રામ પંચાયતનો
દાખલાની જરૂરીયાત હોય નાની તંબાડી ગામના
સરપંચ શીલ્પાબેન ઉર્ફે સેવન્તાબેન મિતેશભાઇ પટેલ
નાઓને દાખલો આપવા અરજી કરેલી હતી. આ
દાખલો કાઢી આપવાના બદલે લાંચ પેટે તેઓએ રૂ.5
હજારની માંગણી કરી હતી.
જે લાંચ વેપારી આપવા માંગતા ન હતા. જેથી
વેપારીએ ACBના ટોલ ફ્રી નંબર.1064 ઉપર સંપર્ક
કરી, ફરીયાદ આપતા જે ફરીયાદ આધારે લાંચના
છટકાનું આયોજન કરતા, આ કામના આરોપીએ
લાંચના છટકા દરમ્યાન ફરીયાદી સાથે હેતુલક્ષી
વાતચીત કરી લાંચની રકમ રૂ. 5 હજારની માંગી
સ્વીકારી સ્થળ પર પકડાઇ ગયા હતા. વલસાડ
ACBની ટીમે વલસાડ જિલ્લાના વાપી તાલુકાના
નાની તંબાડી ગ્રામ પંચાયતના મહિલા સરપંચને લાંચ
સ્વીકારતા ઝડપી પાડ્યા હતા. વલસાડ ACBની ટીમે
લાંચિયા મહિલા સરપંચ શિલ્પાબેન પટેલની અટકાયત
કરી આગળની તપાસ હાથ ધરી છે.
Ad..











