
કોંગ્રેસ નેતા સચિન પાયલટે તેની પત્ની સારા અબ્દુલ્લા સાથે છૂટાછેડા લઈ ચૂક્યા છે. તેમની ચૂંટણી એફિડેવિટ પરથી આ વાતનો ખુલાસો થયો છે. સારા અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાની પુત્રી છે. સચિન પાયલટ અને સારા અબ્દુલ્લાએ 2004માં લગ્ન કર્યા હતા.

25 નવેમ્બરે યોજાનારી રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે નોમિનેશન પ્રક્રિયા 30 ઓક્ટોબરથી શરૂ થઈ હતી. જેમાં સચિન પાયલટે ટોંક વિધાનસભા માટે 31 ઓક્ટોબરે ઉમેદવારી નોંધાવી ત્યારે ખબર પડી કે તેઓ છૂટાછેડા લઈ ચૂક્યા છે. સચિન પાયલટે ચૂંટણીના સોગંદનામામાં પતિ-પત્નીની સામે છૂટાછેડા લીધેલ લખવામાં આવ્યું છે.

( સચિન પાયલટ અને સારા અબ્દુલ્લાને બે પુત્રો )
રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટના એફિડેવિટમાં તેમની સંપતિને લઈને મોટા ખુલાસા થયા છે. આ સિવાય તેમની અંગત લાઈફને લઈને પણ મોટી વાત સામે આવી છે.
આ એફિડેવિટ અનુસાર, સચિન પાયલટની નેટવર્થ પાંચ વર્ષમાં બમણી થઈ ગઈ છે અને પત્ની સાથે સચિન પાઈલટ છૂટાછેડા લઈ ચૂક્યા છે. પત્ની સારા પાયલટથી અલગ થઈ ગઈ છે.
સચિન પાયલટે ટોંક બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. આ ઉમેદવારી પત્ર અનુસા, સચિન પાયલટ વર્ષ 2023માં કુલ 7.12 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. જ્યારે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018ની એફિડેવિટમાં સચિન પાયલટે 3.8 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી.
એક અહેવાલ અનુસાર, સચિન પાયલટ પાસે પોતાની કાર નથી. 10 ગ્રામ સોનાની ચેન અને 4 ગ્રામ સોનાની વીંટી છે. સચિન પાયલટે 1 કરોડ 26 લાખ રૂપિયાની લોન લીધેલી છે.
ટોંક વિધાનસભા ચૂંટણી 2023 માટેના એફિડેવિટમાં સચિન પાયલટે પોતાને છૂટાછેડા લીધા હોવાનું દર્શાવ્યું છે. સચિન પાયલટ અને સારા અબ્દુલ્લાના છૂટાછેડા ક્યારે થયા? આ અંગેની માહિતી હજુ સામે આવી નથી.
સચિન અને સારાએ વર્ષ 2004માં લવ મેરેજ કર્યા હતા. તેમને બે પુત્રો અરહાન અને વિહાન છે, જે સચિન સાથે રહે છે. સારા અબ્દુલ્લા જમ્મુ અને કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાની પુત્રી અને પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાની બહેન છે.
લંડનમાં અભ્યાસ કરતી વખતે સચિન અને સારા વચ્ચે મિત્રતા થઈ હતી જે પછી પ્રેમમાં પરિણમી અને બંનેએ વર્ષ 2004માં લગ્ન કરી લીધા. આ લગ્નમાં સારાનો પરિવાર નહોતો આવ્યો.
મૂળ યુપીના સહારનપુરના સચિન પાયલટ રાજસ્થાનમાં પોતાના પિતા રાજેશ પાયલટ અને માતા રમા પાયલટના રાજકીય વારસાને આગળ ધપાવી રહ્યા છે. માત્ર 26 વર્ષની ઉંમરે તેઓ દૌસાથી સાંસદ બન્યા અને કેન્દ્રમાં મંત્રી બન્યા.
હવે તે બીજી વખત ટોંક વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. 2018માં સચિન પાયલટે ટોંકથી ભાજપના પૂર્વ મંત્રી યુનુસ ખાનને 53 હજાર મતોથી હરાવ્યા હતા.
સચિન પાયલટ અને સારા અબ્દુલ્લાને બે પુત્રો છે, અરણ પાયલટ અને વિહાન પાયલટ. એફિડેવિટમાં સચિન પાયલટે પોતાના પુત્રોને આશ્રિત ગણાવ્યા છે. 2018માં ચૂંટણી એફિડેવિટમાં સચિન પાયલોટે સારા અબ્દુલ્લાની પ્રોપર્ટીની વિગતો પણ આપી હતી, પરંતુ આ વખતે એફિડેવિટમાં તેમની સંપત્તિનું વિવરણ કર્યું નથી.
Ad.











