પારડીના રાબડી ગામે વહેલી સવારે દીપડો ધસી આવ્યો ગાયનું મારણ કરી નાખ્યું

On: December 20, 2023 10:26 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રાબડી ટેકરી ફળીયામાં નરેન્દ્રસિંહ ગમનસિંહ ગોહિલ ના દીપડાએ ગામમાં ઘુસીને ઘર આંગણે બાંધેલી ગાયનું મારણ કર્યું હતું. જો કે અવાજ આવતા લોકો જાગી ગયા હતા, તે છતાં પણ દીપડાએ ગાયનું મારણ કરી નાખ્યું હતું અને અંધકારમાં અદ્રશ્ય થઇ ગયો હતો.

નરેન્દ્રસિંહ ગમનસિંહ ગોહિલના ઘરે 14 જેટલા નાના મોટા ગાય અને વાછરડા હોઈ હાલમાં ગાયોને રહેવા કોઢારુનું કામ ચાલી રહ્યું હોવાથી ઘરની બહાર બાંધવામાં આવેલ ગાયને દીપડાએ હુમલો કરીગાયનું મારણ કરી નાખ્યું હતું.

Ad.

અચાનક બનેલી આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. મહત્વનું છે, કે થોડા દિવસ અગાઉ જ ગામમાં દીપડો દેખાયો હોવાનું જાણવા મળ્યુ છે. હતો. ગામના સરપંચ ને જાણ કરવામાં આવી છે.ત્યારે જંગલ ખાતા દ્વારા આ દીપડાને પકડવા માટે પાંજરું મુકવાની તજવીજ હાથ ધરવામાં આવી લોકોની માંગ ઉઠી છે.

Ad.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!