
કપરાડા ના બાબરખડક ગામનાના ફરહાનમીયા લિયાકત મિયા શેખ સમીરમિયા રિયાઝમિયા મલેક , સંચાલક દક્ષા અજયભાઈ ભંડારી ની ધરપકડ કરવામાં આવી.

ઓરિસ્સા તથા વેસ્ટ બંગાળ જેવા સ્થળે થી યુવતીઓ ઓ મંગાવી તેઓ પાસે દેહ વિક્રયનો વેપાર કરાવી ફરી કુટણખાનું ચાલતુ હતુ.

પારડી પોલીસ મથકના પી.આઈ બી જે સરવૈયા તેમના સ્ટાફ ના વુમન કોન્સટેબલ સુરેખાબેન સહિતના અન્ય પોલીસ કર્મીઓ સાથે ઘટના સ્થળ પર પહોંચી હતી

વલસાડ જિલ્લાના પારડી નજીક આવેલ કોટલાવ ભંડારવાડ મેઈન રોડ ની બાજુમાં આવેલ મકાનમાં રહેતી દક્ષાબેન અજયભાઈ ભંડારી કુટણખાનું ચલાવતી હોવાની બુમરાહ છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી હતી. આજ દક્ષાબેન અગાઉ 2021 માં પણ કુટણખાનું ચલાવતા પકડાઇ ચૂકી હોય થોડા સમય માટે દેહ વ્યાપાર બંધ કર્યા બાદ ફરીથી પોતાના ધરે ઓરિસ્સા તથા વેસ્ટ બંગાળ જેવા સ્થળે થી યુવતીઓ ઓ મંગાવી તેઓ પાસે દેહ વિક્રયનો વેપાર કરાવી ફરી કુટણખાનું શરૂ કરી દીધું હતું આ અંગેની જાણ આજુબાજુ રહેતા રહીશો ને થતા તેઓ પણ છેલ્લા ઘણા સમયથી તેનો વિરોધ કરી રહ્યા હતા
તારીખ 22/12/2023 ના રોજ પારડી પોલીસને મળેલ માહિતી ને લઇ પારડી પોલીસ મથકના પી.આઈ બી જે સરવૈયા તેમના સ્ટાફ ના વુમન કોન્સટેબલ સુરેખાબેન સહિતના અન્ય પોલીસ કર્મીઓ સાથે ઘટના સ્થળ પર પહોંચી હતી અને ત્યાં ભેગા થયેલ સ્ત્રી પુરુષોની હાજરીમાં દક્ષાબેન અજયભાઈ ભંડારી ના ઘરનો દરવાજો ખખડાવતા દક્ષાબેને દરવાજો ખોલ્યો હતો અને જુદા જુદા રૂમો માં તપાસ કરતાં કઢંગી હાલતમાં યુવતી ઓ અને બે ગ્રાહકો મળી આવ્યા હતા.પોલીસ ને ત્યાં મળેલી ત્રણ પરપ્રાંતિય યુવતીઓની પૂછપરછ કરતાં તેઓ પોતે ઓરિસ્સા, અને વેસ્ટ બંગાળની હોવાનું જણાવ્યુ હતું અને તેમને અહીં દક્ષાબેન અજયભાઈ ભંડારી એ દેહ વિક્રય ના વેપાર માટે બોલાવ્યા અને દક્ષાબેન ગ્રાહકો પાસે રૂ 1000 લઈ આ યુવતીઓને 500 આપી દેહ વિક્રયનો વેપાર કરાવતી હોવાનું બહાર આવ્યું છે. પોલીસને ત્યાંથી મળેલી ત્રણ જેટલી પરપ્રાંતિય યુવતીઓને દેહવ્યાપાર કુંટણખાના માથી મુક્ત કરાવી છે.
જ્યારે બે રૂમમાંથી પકડાયેલા બંને ગ્રાહકો પૈકી 1, ફરહાનમીયા લિયાકત મિયા શેખ ઉંમર વર્ષ 19 રહે. બાબરખડક , નવું ફળિયું , કપરાડા તથા 2, સમીરમિયા રિયાઝમિયા મલેક ઉંમર વર્ષ 18 રહે મલેક ફળિયુ બાબરખડક, કપરાડા અને કુટણખાનું સંચાલક દક્ષાબેન અજયભાઈ ભંડારી ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.






