બદલીઓનો દૌર: લોકસભાની ચૂંટણી પહેલાં
વલસાડ જિલ્લામાંથી પણ સાત PIની અલગ
અલગ જિલ્લાઓમાં બદલી

આગામી 2024 લોકસભાની સામાન્ય ચૂંટણીની આદર્શ આચારસહિતાની અમલવારી થઈ શકે તે માટે સમગ્ર રાજ્યમાં PIની આંતરિક બદલી નો ગંજીપો ચીપવામાં આવ્યો હતો. જેમાં વલસાડ જિલ્લામાં LCB, SOG,ઉમરગામ, પારડી, વાપી GIDC, સહિત 7 PIની જિલ્લા બહાર અલગ અલગ જિલ્લાઓમાં બદલી આપવામાં આવી છે. જયારે વલસાડ જિલ્લામાં ભરૂચ જિલ્લાના 2 મહેસાણા જિલ્લાના 2 ડાંગ, અમદાવાદ શહેર, ATSના PIને વલસાડ જિલ્લામાં બદલી આપવામાં આવી આવી છે. વલસાડ જિલ્લામાંથી 7 PIની બદલી સામે જિલ્લામાં નવા 7 PIને જગ્યા આપવામાં આવી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી પહેલા PIની આંતરિક બદલીનો ગંજીપો ચીપયો છે.
વલસાડ જિલ્લામાંથી વી બી બારડને દાહોદ, એસ આર ગામીત છોટાઉદેપુર, જે બી સરવૈયા દેવભૂમિ દ્વારકા, વી જી ભરવાડ ભાવનગર, આર કે રાઠવા સી આઇ ડી ક્રાઈમ, જે એન ગોસ્વામી સુરત શહેર અને વી ડી મોરીને અમદાવાદ શહેરમાં વલસાડ જિલ્લા માંથી બદલી આપવામાં આવી છે. જ્યારે ભરૂચ જિલ્લાના યુ બી બારોટ અને એન કે વસાવા,જ્યારે મહેસાણા જિલ્લાના બી કે પટેલ અને એયુ રોઝ તેમજ ડાંગ જિલ્લામાંથી ડી ડી પરમાર,અમદાવાદ શહેરમાંથી જી આર ગઠવી અને ATSમાંથી કે જે રાઠોડની બદલી વલસાડ જિલ્લામાં PI તરીકે કરવામાં આવી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી પહેલાં જિલ્લા બહાર PIની બદલીનો ગંજીપો ચિપાતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.






