
આદિવાસી ક્ષેત્રમાં કુદરતી પ્રકૃતિના ખોળામાં વસેલ કપસડા તાલુકામાં આવેલ કાકડકોપર ગામમાં બી.એસ.એફ.માં નિવૃત્ત થતા સન્માન સમારોહ

વલસાડ જિલ્લા કપરાડા તાલુકાના કાકાડકોપર ગામમાં 15 મી ઓગષ્ટ 78 માં સ્વાતંત્ર દિવસની ઉજવણી નિવૃત્ત બી.એસ.એફ.ના જવાન હસ્તે તિરંગો ફરકાવી હર્ષોલ્લાભેર ઉજવણી

કાકાડકોપોર ગામના બી.એસ.એફ.ના જવાન 24 વર્ષ 9 મહિના 20 દિવસની દેશ સેવા કરી. સુરેશભાઈ લાછુભાઈ ચૌધરી હેડ કોન્સ્ટેબલ, બી.એસ.એફ.માં સેવાઓ આપી નિવૃત્ત થતા તેઓનું સન્માન સમારોહ યોજાયો હતો.

સન્માન સમારોહમાં ધારાસભ્ય કપરાડા જીતુભાઇ ચૌધરી એ જણાવ્યું કે જવાનો દેશની રક્ષા કાજે સરહદે તાપ-તડકો, જંગલ કે બર્ફીલી પહાડીઓમાં પોતાના જીવની પરવા કર્યા વગર ખડે પગે રહી અનેક વિષમ અને વિકટ પરિસ્થિતિમાં અનેક સમસ્યાઓ વેઠી દુશ્મનો સામે નજર રાખી ઉભા રહે છે, ત્યારે દેશના લોકો શાંતિથી હરી ફરી શકે છે ને રાત્રે શાંતિથી સુઈ શકે છે. અને આવા જવાન જ્યારે અનેકવિધ મુશ્કેલીઓ વેઠી પોતાની સેવા પૂર્ણ કરી વતન કે ઘરે આવે ત્યારે તેમનું સન્માન થવું એ ખૂબ જરૂરી બની જાય છે.સુરેશભાઈ લાછુભાઈ ચૌધરી બી.એસ.એફ. માંથી નિવૃત્ત થઇ બોર્ડર પરની સેવા અને રક્ષાને બિરદાવી હતી.

નિવૃત્ત બી.એસ.એફ.સુરેશભાઈ ચૌધરીએ ગામના વડીલોનો આભાર વ્યક્ત કર્યો હતો. શિક્ષણ નોકરી માટે ચિંતા વ્યક્ત કરી હતી. જરૂરી શિક્ષણ માટે ગામમાં વિદ્યાર્થીઓ માટે એક લાયબ્રેરી પણ હોવું જરૂરી છે. યુવાનો માટે રમત ક્ષેત્રમાં પોલીસ અન્ય સેવા માટે મદદરૂપ થવા જણાવ્યું છે.
Ad..


સુરેશભાઈ લાછુભાઈ ચૌધરી હેડ કોન્સ્ટેબલ, બી.એસ.એફ.માં સેવાઓ આપી નિવૃત્ત થતા સન્માન સમારોહમાં પૂર્વ મંત્રી ધારાસભ્ય કપરાડા જીતુભાઇ ચૌધરી દ્વારા પુષ્પગુચ્છ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ગ્રામજનો, સગા-વ્હાલાં અગ્રણી આગેવાનો વિદ્યાર્થીઓ શિક્ષકમિત્રો દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે તેઓની બોર્ડર પરની સેવા અને રક્ષાને બિરદાવી હતી.



આ સન્માન સમારોહ પ્રસંગે ગામના સરપંચ ગણેશભઈ, રઘુભાઇ ગાંવીત માજી સરપંચ ગમનભાઇ થોરાટ કિશનભાઇ ચૌધરી,ભાયલભાઇ ચોધરી,ડૉ. દિવ્યેશભાઈ ચૌધરી,ઘનશ્યામ ચૌધરી, યુવાનો શિક્ષકો ગણ અને ગામના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહી નિવૃત જવાનનું સન્નમાન કરવામાં આવ્યું હતુ.સદૈવ તંદુરસ્ત, સ્વસ્થ, દીર્ધાયુ રહો, સમુદ્ધિમય જીવન વિતાવી અને નવ યુવાનો માટે હમેંશા માર્ગદર્શક બની રહો એવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી..



સુરેશભાઈ લાછુભાઈ ચૌધરી
વલસાડ જિલ્લાના કપસડા તાલુકામાં આવેલ કાકડકોપર ગામમાં વતની છે. પ્રારંભિક પ્રાથમિક શિક્ષણ ધોરણ ૧ થી ૭ પ્રાથમિક શાળા કાકડકોપર ખાતે પૂર્ણ કર્યું. ત્યાર બાદ ધોરણ ૮થી ધોરણ ૧૦નો અભ્યાસ સુભાષચંદ્ર બોઝ સાર્વજનિક હાઇસ્કૂલ કોઠાર પૂર્ણ કર્યું ધોરણ ૧૧ અને ૧૨નો અભ્યાસ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિધાલય નાનાપોંઢા ખાતે પૂર્ણ કર્યું. ત્યાર બાદ આપે કપરાડા ખાતે સરકારી આઇ.ટી. આઇ. માં પ્રવેશ લીધો. જયા સમાચાર પત્રોની મારફતે બી. એસ. એફ.ની ભરતી વિશે ખબર પડતા આપે આ પરીક્ષા પાસ કરી દેશ સેવા માટે જવાનો નિર્ણય કર્યો. આપનો આ દ્રઢ નિર્ણય અને અખાત મહેનતથી પ્રથમ પ્રયત્નમાં જ બી. એસ.એફ.માં પ્રસંદગી થઇ ગઇ.દેશની સેવા
શરૂઆત તા. 12-10-2994 ના રોજ ફ્રન્ટીયર હેડ કવાર્ટર જોધપુર થી થઇ. જયાં બી. એસ. એફ માટે પ્રથમ વખત જોડાયા. ત્યાર બાદ બેસિક ટ્રેનીંગ માટે એસ.ટી.સી. ગોગાલૅન્ડ (જમ્મુ કાશ્મીર) ખાતે ગયાં જ્યા ફોર્સના પાયાના ગુણો સીખી કદમથી કદમ મિલાવી શિસ્તબંધ રીતે ટ્રેનિંગ પૂર્ણ કરી.પ્રથમ પોસ્ટીંગ ૧૩૨ મી બટાલીયળ જમ્મુ ખાતે થઇ હતી. ત્યારે બાદ પંજાબ, વેસ્ટ બંગાળ, મેઘાલય, લેહ લદાખ જેવા રાજ્યોમાં સેવાઓ બજાવેલ છે. આપની સર્વિસ દરમિયાન સ્પેશિયલ પ્રોટેક્શન ગૂપ (એસ.પી.જી.) માં એક વર્ષની સેવા બજાવેલ છે. આ ઉપરાંત બી. એસ. એક. સ્થાપના દિવસની પરેડ માં દિલ્લી ખાતે પણ ભાગ લેવાનો સેવા અવસર મળ્યો. ભારત-પાકિસ્તાન અને ભારત બાંગ્લાદેશની સૌથી કઠિન સીમાઓ પર અવિસ્ત સેવાઓ બજાવી આ ઉપરાંત અમરનાથ યાત્રા ડયુટી, ચૂંટણી ડયુટી, આંતકી વિસેધી ઓપરેશનમાં ભાગ લીધો. આ દરમિયાન આંતકી ગતિવિધિઓ પર રોક લાવવામાં પણ યોગદાન આપ્યું. ફરજ દરમિયાન દેશના આંતરીક સુરક્ષા માટે પણ અમુલ્ય યોગદાન …
AD….










