મોદી બાદ અમિત શાહ બનશે દેશના વડાપ્રધાન!, ભાજપના રાષ્ટ્રીય નેતાએ આપ્યું મોટું નિવેદન…

On: August 22, 2024 10:47 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

પી એમ મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યારે દિલ્હીમાં તેમજ સમગ્ર ભારતમાં ચર્ચાઓ થઈ રહી હતી કે નરેન્દ્ર મોદી છેલ્લી વખત પીએમ તરીકે શપથ લેશે અને છેલ્લા પાંચ વર્ષ તેઓ પીએમ તરીકે રહેશે. સમગ્ર દેશના ભાજપના કાર્યકર્તાઓમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે પીએમ મોદી પછી ભાજપમાં કોણ દેશના વડાપ્રધાન બનશે?

આજે 21 ઓગષ્ટે ગાંધીનગર ખાતે ભાજપના સદસ્યતા અભિયાન-2024ને લઈ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના મોટા તમામ નેતાઓ હાજર રહ્યા હતા અને બીજેપીના રાષ્ટ્રીય મહામંત્રી રાધામોહનદાસ અગ્રવાલે પણ હાજરી આપી હતી અને આવેલા નેતાઓ સાથે સંવાદ કર્યો હતો.

Dr.Radha Mohan Das Agrawal

રાષ્ટ્રીય મહામંત્રી રાધામોહનદાસ અગ્રવાલ સંવાદ કરતા કરતા એટલા ઉત્સાહી થઈ ગયા કે સંબોધન કરતા જણાવ્યું કે અટલ-અડવાણીની જોડી હતી એવી જ PM મોદી-અમિત શાહની છે. અમિત શાહ પણ PM બની શકે છે.

આવી ચર્ચા કરતાં તમામ નેતાઓમાં થનગનાટ શરૂ થઈ ગયો કે તે પ્રમાણે દિલ્હીના નેતાઓ ચર્ચા કરતા હતા કે પીએમ મોદીને ગયા પછી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવવામાં આવશે પરંતુ આજની બેઠકમાં થયેલી ચર્ચાને લઈ એવું કહી શકાય કે એક ગુજરાતી ગયા બાદ બીજા ગુજરાતી દેશને સંભાળશે. બીજેપીના રાષ્ટ્રીય મહામંત્રીનું બંધ બારણાંવાળી ગુજરાત બીજેપીની કાર્યશાળામાં આપેલ નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

Ad.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!