અફસોસ : વરસાદી પાણીના સંગ્રહની કોઈ ઠોસ યોજના ના હોય મોટાભાગનું પાણી દરિયામાં વહી ગયું છે.

On: August 27, 2024 9:55 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લાના 2 તાલુકામાં અને સેલવાસમાં મેઘરાજાની સેન્ચ્યુરી, વરસાદી પાણીના સંગ્રહની કોઈ ઠોસ યોજના ના હોય દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટાભાગનું પાણી દરિયામાં અફસોસ છે કે, આ વર્ષેવહી ગયું….

વલસાડ જિલ્લાના 6 તાલુકાનો સરેરાશ વરસાદ 2514 મિમી નોંધાયો,રાજ્યના ચેરાપુંજી ગણાતા કપરાડામાં સૌથી વધુ 120 ઇંચ વરસાદ થયો છે.

વર્ષ 2024માં મેઘરાજાએ વધુ એકવાર શતક પૂરું કર્યું છે. આ વર્ષે શરૂઆતમાં વરસાદ ના મોડા મંડાણ થયા હતાં. પરંતુ જેમ ક્રિકેટ મેચમાં ધીમું રમતો બેટ્સમેન અચાનક અડધી સદી બાદ બોલરોને ઝૂડી નાખી સદી પુરી કરી નાખે એવી અદા માં વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં 50 ઇંચ માંડમાંડ વરસેલા મેંઘરાજાએ છેલ્લા એક પખવાડિયામાં અનરાધાર વરસી જિલ્લાના 6 તાલુકા પૈકી 2 તાલુકામાં પોતાની શતકીય ઇંચ ની ઇનિંગ પુરી કરી લીધી છે. બાકીના 4 તાલુકામાં હવે સદી તરફ આગેકૂચ ચાલી રહી છે. સંઘ પ્રદેશ સેલવાસમાં પણ સિઝનનો કુલ વરસાદ 100 ઇંચ

વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં સીઝનના કુલ વરસાદની વિગતો જોઈએ તો 27મી ઓગસ્ટ સુધીમાં વલસાડ જિલ્લામાં સરેરાશ 99 ઇંચ વરસાદ નોંધાયો છે. તાલુકા મુજબ જોઈએ તો, સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં 118 ઇંચ નોંધાયો છે. વલસાડ તાલુકામાં કુલ 103 ઇંચ વરસાદ નોંધાયો છે. વાપી તાલુકામાં 98 ઇંચ, ધરમપુર તાલુકામાં 96 ઇંચ, પારડી તાલુકામાં 91 ઇંચ અને ઉમરગામ તાલુકામાં 90 ઇંચ વરસાદ નોંધાયો

આ તરફ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી ના પાટનગર સેલવાસમાં પણ મેઘરાજાએ સેન્ચ્યુરી પુરી કરી લેતાં કુલ વરસાદ 105 ઇંચ થયો છે. જ્યારે દમણમાં 92 ઇંચ સિઝનનો કુલ વરસાદ નોંધાયો છે.
વરસાદની સિઝન દરમ્યાન આ વર્ષે પડેલા વરસાદમાં થયેલી ખાના ખરાબીની વાત કરીએ તો, જિલ્લાના તમામ રસ્તાઓનું મોટાપાયે ધોવાણ થયું છે. વલસાડના નીચાણવાળા વિસ્તારમાં પુરની સ્થિતિ ઉદભવતા લોકોનું સ્થળાંતર કરવાની નોબત આવી છે. અનેક વિસ્તારોમાં ઝાડ પડવાના, પાણી ભરાવાના, વીજળીના પોલ પડવાને કારણે લાઈટ ગુલ થવાના બનાવો બન્યા છે. તો, અન્ડરપાસ માં પાણી ભરાવાથી લોકોએ ટ્રાફિકની હાડમારી સહન કરવાની આવી છે. અનેક કોઝવે ડૂબાણ માં જવાથી રસ્તા એકાદ બે દિવસ સુધી બંધ રહ્યા હતાં. વાહનવ્યવહાર અને ટ્રાફિકની સમસ્યાથી જનજીવન ત્રસ્ત થતું જોવા મળ્યું હતું.જો કે, જિલ્લામાં અને સંઘપ્રદેશમાં મેઘરાજાની મહેર વધુ અને કહેર ઓછો વર્તાયો છે. તમામ નદીઓ હાલ બે-કાંઠે વહી રહી છે. મધુબન ડેમનું લેવલ પણ 75મીટર પાર પહોંચ્યું છે. તંગીનો પ્રશ્ન ઉભો કરશે એ નક્કી છે.

( ફાઈલ ફોટા)
જિલ્લાના અંતરિયાળ તેમજ ડુંગરાળ વિસ્તારોમાં નદીઓ પર સરકારે લાખો રૂપિયાના ખર્ચે ચેકડેમ તેમજ ચેકડેમ કમ કોઝવે બનાવ્યા છે. ચેકડેમ બનાવવાનો મૂળ હેતુ ચોમાસા દરમિયાન અઢળક માત્રમાં ડુંગર પરથી ધોધમાર આવતું પાણી સીધે સીધું નદીમાં વહી નહીં જાય અને અવરોધાઈને જમીનમાં પહોચે અને ભૂગર્ભ જળનો સંચય થાય તેવો છે. જોકે સરકારી અધિકારીઓની બેદરકારીના કારણે આવા ચેકડેમની મરામત ન કરાતા આજે મૃતપાય હાલતમાં આવી ગયા છે. ચેકડેમમાં સંગ્રહાયેલા પાણીનો આસપાસના ખેડૂતો ખેતીમાં પણ ઉપયોગ કરતા હોય છે.
અત્યંત જર્જરિત બની જતાં પાણીનો સંગ્રહ થતો નથી. સડેલા-તૂટેલા દરવાજાના લીકેજના કારણે પાણીના અભાવે ભુગર્ભ જળ પણ રિચાર્જ થતાં નથી. ચોમાસામાં પણ પાણી સડસડાટ દરિયામાં વહી જાય છે. ચેકડેમો અત્યંત જર્જરિત બની જતાં પાણીનો સંગ્રહ થતો નથી. સડેલા-તૂટેલા દરવાજાના લીકેજના કારણે પાણીના અભાવે ભુગર્ભ જળ પણ રિચાર્જ થતાં નથી. ચોમાસામાં પણ પાણી સડસડાટ દરિયામાં વહી જાય છે.
ચેકડેમ કોઝવે સિંચાઇ વિભાગ, દમણગંગા વિભાગ અને ફોરેસ્ટ બનાવે છે. સૌથી વધારે નાના-મોટા ચેકડેમો સિંસાઇ હસ્તકના છે. જર્જરિત ચેકડેમોમાં દરવાજા નથી, બાંધકામની જરૂર છે કે અન્ય કોઇ નાની સમસ્યા છે. આ ક્ષતિઓ દુર કરાય તો પાણીનો પૂરતો સંગ્રહ થઇ શકે તેમ છે.

AD…

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!