પાલઘરમાં વાધવન બંદરનો શિલાન્યાસ 1,560 કરોડ રૂપિયાની મત્સ્ય પાલન પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો.

On: August 30, 2024 10:36 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (30 ઓગસ્ટ 2024) મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન પાલઘરમાં વાધવન બંદરનો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ લગભગ 1,560 કરોડ રૂપિયાની મત્સ્ય પાલન પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો. મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા સામે આવી છે.

પીએમ મોદીએ કહ્યું, “જ્યારે 2013માં ભાજપે મને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નિશ્ચિત કર્યો હતો ત્યારે મેં રાયગઢના કિલ્લા પર જઈને પ્રાર્થના કરી હતી. એક ભક્ત જે ભાવનાથી પોતાના આરાધ્યની આરાધના કરે છે તે ભાવનાથી હું દેશ સેવા કરવા આવ્યો હતો.”

‘શિવાજી મહારાજ અમારા આરાધ્ય દેવ’

આ દરમિયાન પીએમ મોદીએ છત્રપતિ શિવાજી મહારાજ પાસે માફી પણ માંગી. તેમણે કહ્યું, “છેલ્લા દિવસોમાં સિંધુદુર્ગમાં જે થયું તે મારા માટે, મારા બધા સાથીઓ માટે છત્રપતિ શિવાજી મહારાજ માત્ર નામ નથી, આ માત્ર રાજા, મહારાજા નથી અમારા માટે છત્રપતિ શિવાજી મહારાજ આરાધ્ય દેવ છે. હું આજે માથું નમાવીને છત્રપતિ શિવાજી મહારાજના ચરણોમાં મસ્તક મૂકીને માફી માંગું છું.”

પીએમ મોદીએ સાવરકરનો કર્યો ઉલ્લેખ

M Modi in Maharashtra: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (30 ઓગસ્ટ 2024) મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન પાલઘરમાં વાધવન બંદરનો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ લગભગ 1,560 કરોડ રૂપિયાની મત્સ્ય પાલન પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો. મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા સામે આવી છે.

પાલઘરમાં લોકોને સંબોધિત કરતા પીએમ મોદીએ સાવરકરનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, “અમારા સંસ્કાર અલગ છે. અમે એ લોકો નથી જે ભારત માતાના વીર સપૂત વીર સાવરકરને જેમ તેમ ગાળો આપે છે, દેશભક્તોની ભાવનાઓને કચડે છે. વીર સાવરકરને ગાળો આપીને પણ માફી માંગવા તૈયાર નથી. મહારાષ્ટ્રની જનતા આવા સંસ્કારને જાણી લે. આ ધરતી પર આવતાં જ હું છત્રપતિ શિવાજી મહારાજ પાસે માફી માંગવાનું કામ કરી રહ્યો છું.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “એક સમય હતો, જ્યારે ભારતને વિશ્વના સૌથી સમૃદ્ધ અને શક્તિશાળી રાષ્ટ્રોમાં ગણવામાં આવતું હતું. ભારતની આ સમૃદ્ધિનો એક મોટો આધાર ભારતનું સામુદ્રિક સામર્થ્ય હતું… અમારી આ તાકાતને મહારાષ્ટ્રથી વધુ સારી રીતે કોણ જાણશે? છત્રપતિ શિવાજી મહારાજ… તેમણે સમુદ્રી વ્યાપારને સમુદ્રી શક્તિને એક નવી ઊંચાઈ આપી હતી. તેમણે નવી નીતિઓ બનાવી, દેશની પ્રગતિ માટે નિર્ણયો લીધા હતા.”

વસ્તી વૃદ્ધિ દર કરતાં પણ ઝડપથી વધી રહ્યા છે વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સાઓ, આ રિપોર્ટ તમને ડરાવી દેશે

Author : gujarati.abplive.com

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!