
પોરબંદર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ ગઇકાલે પોરબંદર કોસ્ટગાર્ડનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જહાજનું રેસ્ક્યૂ કરવા જતા કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થતાં હેલિકોપ્ટરમાં સવાર ત્રણ જવાનો સમુદ્રમાં ગુમ થયા હતા. જે બાદમાં હવે આજે શોધખોળ કરતા ત્રણેય જવાનોના મૃતદેહ મળી આવ્યા છે.
પોરબંદરમાં હેલિકોપ્ટર ક્રેશ થતા કોસ્ટગાર્ડના 3 જવાન શહીદ થયા છે. વિગતો મુજબ ગઇકાલેજહાજનું રેસ્ક્યૂ કરવા જતા કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થતાં હેલિકોપ્ટરમાં સવાર ત્રણ જવાનો સમુદ્રમાં ગુમ થયા બાદ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે બાદ હવે આજે શોધખોળ કરતા ત્રણેય જવાનોના મૃતદેહ મળી આવ્યા છે. નોંધનિય છે કે, ગઇકાલે જ્યારે હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યારે શોધખોળ હાથ ધરવામાં આવતા એક જવાનનુંrરેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.



શું હતી સમગ્ર ઘટના ?
ગુજરાતમાં આવેલ ભારે વરસાદને કારણે પુરની સ્થિતિ સર્જાઈ હતી. આ તરફ પુરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે કોસ્ટગાર્ડ તેમજ આર્મીની મદદ લેવામાં આવી હતી. ઈન્ડિયન કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર પોરબંદરથી લગભગ 45 કિમી દૂર દરિયામાં હતું. તે દરમ્યાન અચાનક ખામી સર્જાતા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. હેલિકોપ્ટર ક્રેશ થતા તેમાં સવાર 4 માંથી 3 પાયલોટ ગુમ થયા હતા. જોકે કાલે જ એક જવાનનું રેકસ્યું કરાયું હતું. જે બાદમાં હવે આજે વધુ 3 જવાન કે જે ગુમ હતા તેમના મૃતદેહ મળી આવ્યા.






