ભારતના આ શહેરની પોલીસ ખાખી નહી સફેદ વર્દી કેમ પહેરે છે ?

On: September 14, 2024 9:44 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

પોલીસની ખાખી વર્દી અને નિયમો અંગ્રેજોના જમાનાથી અમલમાં છે.

પોલીસની વર્દીનો રંગ ખાખી નહી પરંતુ નખશીખ સફેદ છે.

પોલીસ બોલતાની સાથે જ ખાખી વર્દી પહેરેલા માણસનો ચહેરો સામે તરી આવે છે. આમ પણ ખાખી અને પોલીસ એક બીજાના પર્યાય બની ગયા છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે ભારતમાં કોલકતા એવું શહેર છે જયાંની પોલીસની વર્દીનો રંગ ખાખી નહી પરંતુ નખશીખ સફેદ છે. પશ્ચિમ બંગાળના પાટનગર કોલકતામાં સફેદ વર્દીમાં સજજ પોલીસ કાયદો અને વ્યવસ્થાના પાલન માટે દોડતી નજરે પડે છે આનું કારણ જાણવું રસપ્રદ છે.

અંગ્રેજોના જમાનામાં એક સમય એવો પણ હતો કે પોલીસ સફેદ વર્દી પહેરાતી હતી પરંતુ સફેદ કાપડ ડયૂટી દરમિયાન મેલું ખૂબ થતું હતું. દરેક શહેરમાં પોલીસની ઓળખ માટે જુદી જુદી વર્દીઓ પણ પહેરવામાં આવતી હતી તેના લીધો પોલીસ સ્ટાફને ઓળખવામાં મુશ્કેલી ઉભી થતી હતી તેના માટે પણ એક સરખી ખાખી વર્દી જરુરી બની ગઇ હતી. એક માહિતી મુજબ ૧૮૪૭માં પ્રથમવાર અંગ્રેજ અફસર હેરી લમ્સડેમે પ્રથમ વાર પોલીસની વર્દીનો રંગ ખાખી પસંદ કર્યો હતો. ત્યાર પછી તો ખાખી રંગ પોલીસ સાથે જોડાઇ ગયો હતો.

૧૯૪૭માં દેશને આઝાદી મળી પરંતુ પોલીસ કાયદાની સાથે વર્દીના રંગમાં પણ કોઇ ફેરફાર થયો નહી.પોલીસની ખાખી વર્દી અને નિયમો અંગ્રેજોના જમાનાથી અમલમાં છે. સ્વતંત્ર ભારતે ખાખી યૂનિફોર્મ અપનાવી લીધો પરંતુ પશ્ચિમ બંગાળમાં કોલકટા શહેરની પોલીસે સફેદ કાપડનો યૂનિફોર્મ પહેરવા ટેવાયેલી હોવાથી તેનો વિરોધ કર્યો. તેનું કારણ એવું દર્શાવવામાં આવ્યું કે કોલકતા દરિયાકાંઠે આવેલું વિશાલ શહેર છે. આથી ગરમી અને ભેજનું પ્રમાણ વધારે રહેવાથી પરસેવો ખૂબ થાય છે. આ તર્કનો સ્વીકાર કરવામાં આવ્યો અને કોલકાતા પોલીસને સફેદ વર્દી પહેરવાની છુટ મળી હતી.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!