
વિદ્યાર્થીઓને બંધારણથી વાકેફ કરાવવાનો હેતુ ઉપરાષ્ટ્રપતિના હસ્તે લોકાર્પર્ણ – મહિલાઓ માટે અહલ્યાદેવી સ્ટાર્ટ અપ યોજના શરુ કરાશે
મુંબઈ – કૌશલ્ય વિકાસ વિભાગ દ્વારા રાજ્યની ૪૩૪ આઈટીઆઈમાં વૈશ્વિક લોકશાહી દિન નિમિત્તે ૧૫મી સપ્ટેમ્બરે ‘સંવિધાન મંદિર’નું લોકાર્પણ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના હસ્તે થશે. જ્યારે રાજ્યની ૧૦૦૦ કૉલેજોમાં ‘આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ કેન્દ્ર શુભારંભ’ અને ‘પુણ્યશ્લોક અહિલ્યાદેવી મહિલા સ્ટાર્ટઅપ યોજના’નો શુભારંભ ૨૦ સપ્ટેમ્બરના રોજ વર્ધામાં બપોરે ૧૨થી ૨ દરમ્યાન પાર પડશે.
આ કાર્યક્રમ રવિવાર ૧૫ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૧ વાગ્યે એલ્ફિન્સ્ટન ટેક્નિકલ કૉલેજમાં થશે. દરેક વિદ્યાર્થી ભારતીય સંવિધાનથી વાકેફ થાય અને ભારતરત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરના વિચારો દરેક પેઢી સુધી પહોંચે તે હેતુસર ‘સંવિધાન મંદિર’ શરુ કરાશે.
વ્યવસાયિક શિક્ષણને મહત્વ આપવા ે ‘આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ કેન્દ્ર’ની નવી યોજના શરુ કરાઈ રહી છે. દરેક કોલેજમાં સ્થાપનારાં આ કેન્દ્રમાં દરવર્ષે ૧૫૦ યુવક-યુવતીઓને કૌશલ્ય વિકાસની નિઃશુલ્ક તાલીમ અપાશે. આથી દરવર્ષે ૧૫થી ૪૫ વર્ષના ૧.૫૦ લાખ વિદ્યાર્થીઓને કૌશલ્ય વિકાસની નિઃશુલ્ક તાલીમ મળશે. આ તાલીમનો ખર્ચ કૌશલ્ય વિકાસ વિભાગ ઉપાડશે.
દરમ્યાન મહિલાઓને સક્ષમ બનાવવા મહિલા સ્ટાર્ટઅપ્સને ભંડોળ તેમજ આર્થિક પીઠબળ પૂરું પાડવા માટે ‘પૂણ્યશ્લોક અહિલ્યાદેવી હોળકર મહિલા સ્ટાર્ટઅપ યોજના’ શરુ કરવામાં આવી રહી છે. આ યોજના માટે ૧૦૦ કરોડના ભંડોળને મંજૂરી અપાઈ છે. આશરે ૧૦૦૦ સ્ટાર્ટઅપ્સને પચ્ચીસ લાખ સુધી આર્થિક સહાય અપાશે.
Ad..












