PM મોદીએ ગાંધીનગરને આપી મેટ્રોની ભેટ, ગુજરાતના હજારો નોકરિયાત અને વિદ્યાર્થીઓનો સમય બચશે

On: September 16, 2024 5:19 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

PM Narendra Modi Metro Train : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસ છે. ત્યારે આજે (સોમવારે) સૌ પ્રથમ સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ મહાત્મા મંદિર ખાતે રિ-ઈન્વેસ્ટ સમિટનું ઉદઘાટન કર્યું હતું. એક પછી એક કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કરવા માટે સેક્ટર 1 ખાતે પહોંચી ગયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે (સોમવારે ) ગાંધીનગરના સેક્ટર-1 સ્ટેશનથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2ના 20.8 કિલોમીટરની લંબાઈ ધરાવતા કોરિડોરનું ઉદ્દઘાટન કરી લીલીઝંડી આપી હતી અને સેક્ટર 1ના મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરી હતી. આ દરમિયાન તેમણે બાળકો સાથે પણ વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

વડાપ્રધાન મોદીએ ગાંધીનગર મેટ્રો પ્રોજેક્ટ ફેઝ-2ની કરાવી શરૂઆત કરી દીધી છે. જેના લીધે અમદાવાદથી ગાંધીનગર ખાતે અપડાઉન કરતાં વિદ્યાર્થી, સરકારી કર્મચારીઓ અને પ્રાઇવેટ નોકરી કરતા હજારો લોકોનો સમય બચશે. આ ઉપરાંત ગુજરાત બહારથી ગિફ્ટ સિટીની મુલાકાતે આવતાં લોકો અને વિદેશી મહેમાનોને અમદાવાદથી ગાંધીનગર ગિફ્ટ સિટી પહોંચવામાં સરળતા રહેશે.

મોટેરા સ્ટેડિયમ સ્ટેશનથી ગાંધીનગરના સેક્ટર-1 મેટ્રો સ્ટેશન સુધી સવારે 8 થી સાંજે 6:35 જ્યારે સેક્ટર-1 મેટ્રો સ્ટેશનથી મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન સવારે 7:20 થી સાંજે 7:20 સુધી આ ટ્રેન દોડશે.

મોટેરા સ્ટેડિયમથી જીએનએલયુ રૂટ વચ્ચે કુલ 17 ફેરા

મેટ્રો ટ્રેનની આ સુવિધા દ્વારા મોટેરા સ્ટેડિયમ સેક્ટર-1નું અંતર 35 મિનિટમાં કાપી શકાશે. મોટેરા સ્ટેડિયમથી રવાના થઇને આ ટ્રેન 17 મિનિટમાં જીએનએલયુ પહોંચશે. બંને રૂટ વચ્ચે કુલ 17 ફેરા થશે.

GNLUથી ગિફ્ટ સિટીના રૂટમાં કુલ 19 ફેરા થશે

આ ઉપરાંત જીએનએલયુ મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન વચ્ચે સવારે 8:25 થી સાંજે 6:35 જ્યારે ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશનથી જીએનએલયુ મેટ્રો સ્ટેશન સવારે 7:18 થી સાંજે 6:48 વચ્ચે દોડાવાશે. જીએનએલયુથી પીડીઈયુ ચાર મિનિટમાં અને ગિફ્ટ સિટી 10 મિનિટમાં પહોંચાશે. આ રૂટમાં કુલ 19 ફેરા થશે. આગામી સમયમાં મોટેરાથી સેક્ટર-1 જીએનએલયુથી ગિફ્ટ સિટીના ફેરામાં વધારો કરવામાં આવે તેવી સંભાવના છે.

મોટેરાથી સેક્ટર-1 જવા છેલ્લી ટ્રેન સાંજે 6 વાગે ઉપડશે

સેક્ટર-1થી સવારે 7:20થી આ ટ્રેનનો પ્રારંભ, સવારે 7:36ના જીએનએલયુ, સવારે 7:55ના મોટેરા પહોંચશે. સેક્ટર-1થી છેલ્લી ટ્રેન સાંજે 6:40ના. મોટેરાથી સવારે 8 વાગે પહેલી ટ્રેન, સવારે 8:17ના જીએનએલયુ, સવારે 8:35ના સેક્ટર-1. મોટેરાથી છેલ્લી ટ્રેન સાંજે 6 વાગે ઉપડશે.

મેટ્રોને અત્યાર સુધી રૂ. 64 કરોડની આવક

મેટ્રો રેલમાં બીજી ઓક્ટોબર 2022થી ઓગસ્ટ 2024 સુધી કુલ 5:28 કરોડ મુસાફરો નોંધાયા અને તેનાથી કુલ રૂપિયા 64.76 કરોડની આવક થયેલી છે. આમ, પ્રતિ દિવસે મેટ્રોને સરેરાશ રૂપિયા 9.26 લાખ જેટલી આવક થાય છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!