VADODARA : ગેંગ રેપના આરોપીઓની “ફુલ સર્વિસ”, પોતાના પગ પર ચાલવુ મુશ્કેલ

On: October 7, 2024 7:54 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વડોદરા (VADODARA) ના ભાયલી વિસ્તારમાં અંધારી જગ્યાએ મિત્ર જોડે બેઠેલી સગીરા ગેંગ રેપનો શિકાર બની હતી. આ ઘટનાને 48 કલાક વિતી ગયા ત્યાં તો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને દબોચી લીધા છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) ની કચેરીથી આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે લઇ જવામાં આવ્યા છે.

48 કલાકમાં આરોપીઓને દબોચી લેવાયા

સંસ્કારી નગરી વડોદરાના કલંકિત કરતી ઘટના નવરાત્રીની બીજા નોરતાની રાત્રે બની હતી. તે રાત્રે ભાયલી વિસ્તારમાં પોતાના મિત્ર સાથે બેઠેલી સગીરા જોડે ત્રણ નરાધમો દ્વારા ગેંગ રેપ આચરવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ સહિતની વિવિધ બ્રાન્ચો તપાસમાં જોડાઇ હતી. દરમિયાન ગુનાને 48 કલાક વિતે ત્યાં તો વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેંગ રેપના આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે.

આરોપીઓની સરભરા કરવામાં કોઇ કચાશ નથી રાખી

ત્રણેય આરોપીઓ તાંદલજા વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. તે પૈકી કેટલાક વિશેષ સમુદાયના છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ તાજેતરમાં આરોપીઓને કચેરીથી મેડીકલ ચેકઅપ કરાવવા માટે સરકારી હોસ્પિટલ લઇ ગઇ હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓની ફૂલ સર્વિસ કરવામાં આવી હોવાનું જોવા મળી રહ્યું છે. આરોપીઓ પોતાના પગ પર ચાલી શકતા નથી. તેમણે અન્ય પોલીસ જવાનોનો સહારો લઇને ચાલવું પડી રહ્યું છે. જે જોતા લાગે છે કે, વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની સરભરા કરવામાં કોઇ કચાશ નથી રાખી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમની કામગીરીની ચોતરફથી સરાહના કરવામાં આવી રહી છે.

સ્પેશ્યલ એસઆઇટીની કરાશે રચના – રેન્જ આઇજી સંદીપસિંઘ

4 તારીખે વડોદરામાં બનેલ ભાયલી ગેંગરેપની જઘન્ય ઘટનામાં વડોદરા ગ્રામ્ય પોલીસ મથકમાં ગુન્હો દાખલ થયો છે. રેન્જ આઇજી સંદીપસિંઘે જણાવ્યું કે પકડાયેલા તમામ આરોપીઓની કસ્ટડી ગ્રામ્ય જિલ્લાને સોંપવામાં આવશે. જ્યારે આ કેસની તપાસ DySP કક્ષાના અધિકારી દ્વારા હાથ ધરવામાં આવશે. તદુપરાંત આ કેસને લઈને ખાસ SITની રચના કરી ત્વરિત કેસનું નિરાકરણ કરી ચાર્જશીટ ફાઇલ કરવામાં આવે તે દિશામાં ઝડપી કાર્યવાહી કરવા કરવામાં આવશે.

Ad.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!