જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધને ગ્રહોનો રાજકુમાર માનવામાં આવે છે અને આ બુધ ગ્રહ નિશ્ચિત અંતરાલ પર ઉદય છે અને અસ્ત થાય છે, જેની અસર દરેક રાશી પર પડે છે. વાણી, વ્યાપાર, આર્થિક લાભ, મનોરંજન અને મિત્રતાનો સ્વામી બુધ 38 દિવસ અસ્ત રહ્યા બાદ 27 ઓક્ટોબરે ઉદય થશે.

બુધનું ઉદય અને અસ્ત થવું દરેક રાશિના લોકોના જીવન પર અસર કરે છે. 20 સપ્ટેમ્બરે અસ્ત થયાના 38 દિવસ બાદ 27 ઓક્ટોબરના રોજ બુધનો ઉદય થશે અને આ દરેક રાશિના લોકોના જીવનને કોઈને કોઈ રીતે અસર કરે છે અને આ સમયગાળો કેટલીક રાશિઓ માટે સારો સાબિત થશે.

મિથુન
બુધનો ઉદય મિથુન રાશિના જાતકો માટે ઘણો શુભ રહેશે. આ રાશિના લોકોને મહેનતનું ફળ મળશે, વેપારમાં વૃદ્ધિ થશે અને નવી તકો મળશે. સાથે જ અ સમય દરમિયાન રોકાણથી પણ લાભ થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે.
કન્યા રાશિ
બુધનો ઉદય આ રાશિના લોકોના જીવન પર ઘણો સારો પ્રભાવ પાડશે. આ સમય દરમિયાન પૈસા કમાવવાના પ્રયત્નોમાં તમને સફળતા મળશે અને મોટો આર્થિક લાભ મળવાની સંભાવના છે. નોકરીમાં તમને નવી તકો મળશે અને કામની પ્રશંસા થશે. સાથે જ લવ લાઈફ મજબૂત બનશે.

તુલા
બુધનો ઉદય તુલા રાશિના લોકો માટે સારો સાબિત થશે. આ સમય દરમિયાન નાણાકીય લાભ મળી રહેશે અને રોકાણથી સારો નફો મળશે. કાર્યક્ષેત્રમાં માન-સન્માન વધશે, સાથે જ વિદ્યાર્થીઓને પરીક્ષાઓમાં સફળતા મળશે. પ્રેમ જીવનમાં જીવનસાથી સાથે વધુ સમય પસાર કરી શકશો.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી sambhavsandesh.in નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
Ad










