
છેલ્લા 5 દિવસથી પડી રહેલા વરસાદને કારણે વલસાડ જિલ્લાના ખેડૂત મુશ્કેલીમાં જોવા મળે છે. ચોમાસુંના અંતિમ દિવસોમાં વરસાદ પડવાની શક્યતા અને સંભાવનાઓ હવામાન વિભાગ વ્યક્ત કરવામાં આવ્યું છે.

વાવાઝોડા સાથે વરસાદ ડાંગર,કઠોળ અને શાકભાજી જેવા ચોમાસુ પાકો જમીન દોસ્ત થઇ ગયા છે.ખેડૂતોના મોંમાં આવેલો કોળીયો છિનવાઇ ગયો : પૂર્વ મંત્રી – ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી

- નવરાત્રિના સમયમાં પણ વરસાદ પડ્યો છે. પરંતુ ભાદરવા મહિનાના અંતિમ દિવસોમાં પડેલો વરસાદ ચોક્કસ વિસ્તારના ખેડૂતો માટે મુશ્કેલીનો વરસાદ બની રહ્યો છે.
- નવરાત્રિના પછીના દિવસો દરમિયાન ડાંગરનો પાક લેવાની અપેક્ષાએ ખેડૂતો માટે આ વરસાદ અભિશાપ બનીને આવ્યો છે.
- વલસાડ જિલ્લાના મોટા ભાગના તાલુકામાં પડી રહેલા વરસાદને કારણે ડાંગર કઠોળ શાકભાજીના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે.

કપરાડા તાલુકાના કાકડકોપર, સુખાલા, અંભેટી, મોટાપોઢા, ધોધડકુવા, વિસ્તારમાં મંગળવારે સાંજે એકાએક આવેલા વાવાઝોડાથી ચોમાસુ પાકો આંબાના અને માલ-મિલ્કતને વ્યાપક નુકશાન થયુ છે.વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.

કાકડકોપર માં મીની વાવા ઝોડું ની જેમ તેજ ગતિએ પવન ફૂંકાતાનેશનલ હાઇવે 56 બાલચોડીથી લઇ મોટાપોંઢા સુધી ઠેર ઠેર રસ્તા વચ્ચે ઝાડ તૂટી પડવાની ઘટના બની હતી.જેમાં મોટાપોંઢા નજીક નહેર પાસે નીલગીરીનું એક તોતિંગ વૃક્ષ રસ્તા વચ્ચે તૂટી પડતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.થોડા સમય માટે અટકી ગઈ હતી. તેવીજ રીતે કાકડ કોપર ગામે પણ રસ્તા વચ્ચે ઝાડ પડવાના કારણે રસ્તો બંધથઈ જતાં સરપંચ ગણેશભાઈ ગાંવિત અને સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવી વૃક્ષને હટાવવાની તૂટેલા વૃક્ષને કામગીરી ચાલુ કરાવી રસ્તો ખુલ્લો કર્યો
કપરાડા વિભાગના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ જણાવ્યું કે કપરાડા તાલુકાના કાકડકોપર, સુખાલા ,અંભેટી, મોટાપોઢા સાંજે એકાએક વાવાઝોડા , વરસાદ વરસ્યો હતો. જેને પગલે ડાંગર,કઠોળ અને શાકભાજી જેવા ચોમાસુ પાકો જમીન દોસ્ત થઇ ગયા છે.ખેડૂતોના મોંમાં આવેલો કોળીયો છિનવાઇ જતા પાયમાલ બની ગયા હતા. જ્યારે વાવાઝોડાથી વીજપોલ અને ઝાડો ધરાશયી થતા માલ-મિલ્કતને પણ વ્યાપક નુકશાન થયુ છે.વહીવટી તંત્રને પણ જાણ કરવામાં આવી છે.ખેતીવાડી શાખા દ્વારા સર્વે કરી ચોમાસુ પાકોના નુકશાનીનું યોગ્ય વળતર આપવા માટે સરકારમાં રજૂઆતો કરશે..
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાના પગલે કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં પણ મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે ભારે વરસાદની કરી આગાહી
બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જોવા મળશે. આજે પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે. 16 અને 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સુરત અને મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત શરદ પૂનમના દિવસે વાદળછાયું વાતાવરણ રહે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 23 ઓકટોબર સુધી ક્યાંક ધીમીધારે તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે.
Ad..












