આજે પુ. પાંડુરંગ શાસ્ત્રીનો જન્મદિન મનુષ્ય ગૌરવ દિન તરીકે ઉજવાશે

On: October 20, 2024 10:33 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ભગવાન ભીતરમાં રહીને મનુષ્યનું જીવન ચલાવે છે : ટાઈમ, ટિફિન અને ટિકિટ લઈને સ્વાધ્યાય પરિવારો દ્વારા ઘેર-ઘેર ભક્તિફેરી કરી માનવજીવનનું મહત્વ સમજાવ્યું

19 ઓકટોબર એટલે સ્વાધ્યાય પરિવારના પ્રેરણા પૂ. પાંડુરંગશાસ્ત્રીજી આઠવલેનો જન્મદિવસ મનુષ્યના ગૌરવનો દિવસ પદ, પ્રતિષ્ઠા, કે પાવર વગર પણ માણસની કિંમત છે, કેમ કે માણસનું જીવન ભીતરમાં રહીને ભગવાન ચલાવે છે. તે જ રીતે બીજાની અંદર ભગવાન છે, તેથી સૌનો આપસમાં દૈવી સંબંધ છે. આ બંને સમજણથી માણસનું ખરૂં ગૌરવ ખીલે છે. અને સંસ્કૃતિને નવું તેજ સાંપડે છે. એટલે જ પુ. પાંડુરંગ શાસ્ત્રીનો જન્મદિવસ મનુષ્યગૌરવ દિન તરીકે ઉજવાય છે. અને સ્વાધ્યાય પરિવાર એ દિવસ ભક્તિફેરી કરીને ઉજવે છે.

ભક્તિફેરી આ શબ્દ કોઈને નવો લાગે, પણ તે ઋષિઓનો વિસરાયેલો રસ્તો છે, જેને પુ. પાંડુરંગ શાસ્ત્રીજીએ નવા યુગમાં મૌલિક અર્થ સાથે ભક્તિના અદભુત માર્ગ તરીકે નિર્માણ કર્યો છે. ભક્તિ ફેરીએટલે ભગવદ કાર્ય માટે ઘરે ઘરે, શેરીએ શેરીએ, ગામે ગામ નિઃસ્વાર્થ મળવા જવું, ભગવાનના વિચારો, પ્રેમથી સૌને કહેતાં જવાં જે ભગવાન રાત દિવસ મારૂં જીવન ચલાવે છે તેના માટે વર્ષમાં માત્ર છ દિવસ નિઃસ્વાર્થ પ્રેમ લઈને ફરવું એટલે ભક્તિફેરી.

આ ભક્તિફેરીનાં પાયામાં છે કૃતજ્ઞાતા. કૃતજ્ઞાતા એ માણસનો પહેલો ગુણ છે. માતા પિતા, કુટુંબ, સમાજ, રાષ્ટ્ર બધાં પ્રત્યે કૃતજ્ઞાતા હોવી જ જોઈએ, પણ પહેલી કૃતજ્ઞાતા સ્મતૃદિાતા શક્તિદાતા, શાંતિદાતા પ્રભુ માટે હોવી જોઈએ. અને આ કૃતજ્ઞાતા વય્ક્ત કરવાનું સહેલું માધ્યમ એટલે ત્રિકાળ સંધ્યાના મધુર શ્લોકો છે. આ ત્રિકાળ સંધ્યા સમાજના પ્રત્યેક વ્યક્તિ સુધી લઈ જવાનું નિરાળું માદ્યમ એટલે ભક્તિફેરી.

આજે હજારો સ્વાધ્યાયીઓએ તા. 13થી તા. 18 ઓકટોબર સુધીમં ભગવાનનો પ્રેમપ્રકાશ પાથરતી આવી ભક્તિફેરી કરી છે. પોતાનો ટાઈમ, ટિફિન, અને ટિકિટ લઈને સૌને નિઃસ્વાર્થ પ્રેમથી મળ્યાં છે. એટલે જ આજે પુ. પાંડુરંગ શાસ્ત્રીજીનો જન્મદિવસ ગામડે ગામડે ઉજવાય છે. ભક્તિફેરીનાં વિરાટ પ્રયોગનાં સર્જક એવા પુ. પાંડુરંગ શાસ્ત્રીજીને જન્મદિને શત શત વંદન!

Ad ..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!