
આપણે ત્યાં ગ્રામ સભા, મહોલ્લા સભા, ફળિયા ની સભા ઉપરાંત કુટુંબ ની સભા, ધોડિયા ની પ્રખ્યાત જૂની ચોરા પદ્ધતિ વાળી સભા આ બધા અનેક રીતે અલગ અલગ કારણો સર ભેગા તો મળે છે. તેમાં ધાર્મિક બાબત હોય કે પરજન અથવા સામૂહિક શ્રાદ્ધ હોય કે પછી લગ્ન સગાઈ ચાંલ્લા વિધિ, બારમા તેરમા ની દહાડા હોય લોકો ભેગા સુખ દુઃખ મા ભેગા મળે છે. અને બધા હળી મળી ને પ્રસંગ ને નિપટાવી દે છે.
મારો વિષય થોડો અલગ છે અને તે કૌટુંબિક કલેહ હોય, પાડોશી જોડે કોઈ મતભેદ કે ઝગડા હોય અથવા આવા વિસ્તાર માં આર્થિક અથવા નાણાકીય બાબતો અંગે ના ઝગડા હોય તે ઘણી વખત કોર્ટ કચેરી કે મામલતદાર સરપંચ કે કોઈ સરકારી દફતર મા નોંધાય છે અને તે લાંબા સમય સુધી ચાલે છે તેમાં સમય અને નાણા ની બરબાદી કર્યાં પછી છતાં ઘણી વાર એનો યોગ્ય ઉકેલ આવતો નથી એક પછી બીજી ઉપરી અદાલતો સુધી લોકો ધક્કા ખાતા રહે છે અને તેમાં ઘણીવાર વર્ષો ના વર્ષ વિતી જાય છે અને કેટલાક કિસ્સા માં તો તેનું કુદરતી મૃત્યુ દ્વારા નિકાલ થઈ જાય છે કે આજીવન ફાઈલો માં બંધાઈ રહે છે.
તેવા ઉપરોક્ત સંદર્ભ મા ખાસ કરીને ગ્રામીણ અને કેટલાક શહેરી કસબા ઓ મા જ્યાં લોકો એકત્ર મળી ને એવા કલેહ કે ઝગડા હાથ માં લઇ ને તેનું યોગ્ય તેવું નિરાકરણ કરવા તરફ હવે એમ અનેરી એવી નવી પ્રણાલી બનાવવા ની જરૂર લાગે છે. બધા ભેગા થાય ત્યારે પક્ષકારો તરફી કોઈ પણ વ્યક્તિ ને સાથે રાખી શકાય અને સભા ધારે તો કોઈ ત્રાહિત વ્યક્તિ કે જે જાણકાર અથવા અનુભવી હોય તેને પણ બોલાવી શકે છે.
આખરે કાનૂની ન્યાય પણ કુદરતી ન્યાય ના ગુણધર્મો પર જ આધારિત હોય છે અને તે કોઈ પણ સંગઠન આશાની થી ઉકેલી શકે છે. પંચ ત્યાં પરમેશ્વર આપણે માનતા આવ્યા છીએ તો શા માટે આપણે એવા પંચ ની અથવા અનેક વ્યક્તિઓ નો સમૂહ બનાવી ને આવા ઝગડા અથવા કલેહ કે જે નાના મોટા સ્વરૂપ મા હોય તેનું નિરાકરણ કરી શકાય છે. સરકાર તથા અદાલતો પણ આપણે જેને લવાદ કહીએ છીએ તેના નિર્ણયો ને આવકારે છે. કદાચ કેટલાક કિસ્સાઓ માં તેને અદાલત માં પડકારી પણ શકાય પરંતુ મોટે ભાગે સમજાવટ દ્વારા અથવા યોગ્ય સલાહ સૂચનો ની અસર નિરાકરણ માં થઈ શકે છે. વારસાઈ ની બાબત હોય, કૌટુંબિક કલહ હોય, જમીન બાબત, હદ ની બાબત, રસ્તા ની બાબત કે પછી નાણાં ની લેવડ દેવડ કે સૌદા ના ઝગડા હોય તે બધા ના સહેલાઇ થી અને સહમતી થી, સમજદારી થી નિરાકરણ આવી શકે છે.
તો પછી કોઈ રાહ જોવાની જરૂર લાગે છે ખરી ? આમ પણ વારે તહેવારે, ધાર્મિક કે કૌટબિક પ્રસંગો દરમિયાન ભેગા તો થાય છે ને તો આ તો એક ઉમદા આહવાન છે. સૌ માટે લાભદાયી નીવડી શકે છે શાંતિ અને સંતોષ ને બધાવો આપી શકે એવું સૂચન છે.
આશા છે કે આપ સૌ આ બાબત ને આગળ દોરી ચર્ચા કરી ને કોઈ રસ્તો બનાવી દઈએ.
Ad.











