અંધારપાડાની પ્રાથમિક શાળાના શિક્ષક નિવૃત્તિ સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો !

On: October 20, 2024 7:25 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ જિલ્લા પંચાયત, શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત અંધારપાડા પ્રાથમિક શાળાના શિક્ષક સતિષભાઈ પટેલના નિવૃત્તિ સમારોહ પૂર્વ મંત્રી અને કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો.

આ પ્રસંગે જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે, તમે પીટીસી કરીને બહાર નીકળો એટલે તમારા માટે નોકરી તૈયાર કારણકે ખૂબ મર્યાદામાં જગ્યા ઘણી બધી અને પીટીસી કરવાવાળા ઓછા કારણ કે 200 રૂપિયા 400 રૂપિયા ફી ભરવાની પણ મળતી નથી એ કઠિન પરિસ્થિતિ હતી ત્યારે એ પીટીસી થઈને પ્રાઇમરિ શિક્ષક તરીકેની શરૂઆત કરી હતી.સૌથી પહેલા 1998 કે 99 માં અમારા ગુરુજી લાખણભાઈને નિવૃત સન્માન સમારોહ શરૂઆત કરેલી એ કાયમી ચાલતી રહી છે.સતિષભાઈ ખાલી શિક્ષક પૂરતા નથી પણ સામાજિક સંસ્કૃતિ સાથે પણ જોડાયેલા છે. 1975 ના દાયકામાં પણ અમે અંધારપાડામાં આવતા એટલે અંધારપાડા કેવું હતું અને આજે અંધારાપાડા કેવું છે.સતિષભાઈની બધી ટીમદ્વારા અજવાળું કરવાનું કામ શિક્ષક મિત્રોએ મહેનત કરી છે.આજે ગામમાંથી કામ ધંધો ઇન્ડસ્ટ્રીમાં નોકરી કરે છે. ડાંગથી નોકરી ની શરૂઆત કરી હતી. સબંધ અને વ્યવહારના કારણે ડાંગથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે.આજના સન્માન સમારંભની અંદર બધા જ નિવૃત્ત શિક્ષક મિત્રો આવેલા છે જે ભજન કીર્તન સાથે જોડાયેલા છે.નિવૃત્તિ પછી પણ માણસ પ્રવૃત્તિમય હોય તો એને એના દિવસો ખબર ના પડે એની ઉંમરે ખબર ન પડે કારણ કે નિવૃત્તિ થાય પછી સામાજિક પ્રવૃત્તિ કરે શૈક્ષણિક પ્રવૃત્તિ કરે વેપાર કરે ધંધો કરે કંઈ પણ કરે પણ એની પ્રવૃત્તિમય જીવન હોય તો એ જીવનની અંદર ખબર નથી પડતી કે મારી ઉંમર આટલી થઈ ગઈ છે ત્યારે સતિષભાઈ હવે નિવૃત્ત પછી પ્રવૃત્તિમય શ્રેષ્ઠ જીવન જીવે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.એક શિક્ષક તરીકે સતિષભાઈએ અનેક બાળકોના ભવિષ્યને સુરક્ષિત કર્યું છે અને તેમને રાહ ચીંધી છે. તેમના કાર્યની સૌ શિક્ષકોએ પ્રેરણા લેવી જોઈએ.

આ પ્રસંગે ડાંગના અગ્રણીઓ,મોટાપોઢા ગાંઘી આશ્રમ વિજ્ઞાનસ્વામી,વલસાડ જી.પં. સદસ્ય ગુલાબભાઈ રાઉત, નિવૃત્ત શિક્ષણ અધિકારીઓ ભરતભાઇ પટેલ, રમેશભાઇ પટેલ , નિવૃત્ત શિક્ષકો બાલુભાઈ પટેલ, લાલુભાઈ ગાંવિત, બુધાભાઇ, નગીનભાઇ પટેલ, શાંતુંભાઈ પટેલ, ઉત્તમભાઈ પટેલ, સંઘના હરેશભાઇ પટેલ, બાબુભાઇ ચૌધરી, ગણેશભાઈ, ભાયલભાઈ ચૌધરી કાકડકોપર સરપંચ ગણેશભાઈ,અંધારપાડા ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યઓ, પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્ય, શિક્ષકો, એસ.એમ. સી. સભ્યો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા

Ad….

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!