નાનાપોઢા થી નાસિક નેશનલ હાઇવે 848 પર વહીવટી તંત્રની લાપરવાહી  ચોમાસામાં પડેલા ખાડા વાહનો ચાલકો માટે ભયંકર મુશ્કેલીઓનો સામનો !

On: May 27, 2025 4:55 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

દક્ષિણ ગુજરાતમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સાથે વલસાડ જિલ્લાના મુખ્ય વાહન વ્યવહાર માટે ઉપયોગી માર્ગ નેશનલ હાઇવે 848 પર વહીવટી તંત્રની લાપરવાહી અને કોન્ટ્રાક્ટરની બેદરકારી નાનાપોઢા જોગવેલ માંડવા કુંભઘાટ ફળી સુથારપાડા માં ચોમાસામાં પડેલા ખાડા વાહનો ચાલકો માટે ભયંકર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડર છે. દેશના અને રાષ્ટ્ના વિકાસ માટે વાહન વ્યવહાર ખૂબજ જરૂરી છે. સાથે ઉદ્યોગ અને ધાર્મિક સ્થળો હોવાથી પ્રતિરોજ ભારે અને નાનામોટા વાહનોની અવરજવર થાય છે. નેશનલ હાઇવે દ્વારા કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ અનેક પ્રકારની ક્ષતિઓ કેમ ? દરોજના અકસ્માત થતા હોય છે. અનેક નિર્દોષ લોકોના જીવ ગયા છે. વાહનો અને માલનું નુકસાન એ રાષ્ટ્રીય માટે નુકસાનકારક છે.

ઉલ્લેખનીય છેકે શું અધિકારીઓ ફક્ત ડીગ્રી લઈને આવ્યા હોય છે. 15 થી 20 વર્ષ થી ખાડા પડે છે. કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. હજુ સુધી નેશનલ હાઈવે ઓથોરિટી પાસે કોઈ ટેકનોલોજી આવી નથી.કોન્ટ્રાક્ટરો પર કોના આશીર્વાદ છે.

સરકાર દ્વારા માર્ગ નવીનીકરણ માટે દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે. દર વર્ષે ચોમાસુ આવે એટલે ખાડા પડી જાય છે. જવાબદારી કોની ?

નેશનલ હાઈવે પર જે પણ કામ કરવમાં આવે છે. કામના ગેરન્ટી પિરિયડ હોઈ છે કે નથી જે પણ કામમાં ગુણવત્તા વગર કરવામાં આવે છે એની સામે બ્લેક લિસ્ટ કરવા માટે ની કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. પ્રજાનાં ટેક્સ કરોડો રૂપિયા વેડફાય જતાં હોય છે.

કોન્ટ્રાકટર જે કામ ગેરેન્ટી પિરિયડ હોઈ પણ કામમાં કોન્ટ્રાક્ટ દ્વારા ગેરરીતિઓ કરવામાં આવી છે. કપરાડા ના કુંભઘાટ ગંભીર અકસ્માત અટકાવવા માટે અને દર વર્ષે ચોમાસુ માં પડતા ખાડા માટે હમણાં સુધીમાં કરોડની ગ્રાન્ટ ખર્ચો થઈ ગયો છે.

વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ વર્ષોથી સમસ્યા હોય સ્થાનિક આગેવાનો અને લોકોની સાથે યોગ્ય સમસ્યાઓ નો ઉકેલ લાવે એ સમયની માંગ છે.

બી. એન. જોશી નિવૃત્ત પ્રિન્સીપાલ પારડી

નાનાપોઢા થી કપરાડા ના કુંભઘાટ સુધીમાં અનેક લોકોના મોત વાહનોનું નુકસાન વહીવટી તંત્રની લાપરવાહી

વલસાડ જિલ્લાના નેશનલ હાઈવે નાનાપોઢા થી કપરાડા સુધીમાં 3 મોટા ઘાટ આવે છે. કુંભઘાટ , માંડવા અને જોગવેલ દરોજના અકસ્માત થતા કાયમી ટ્રાફિક સમસ્યાઓ હોય એની પોલીસ, આર ટી ઓ અને નેશનલ હાઇવે ઓથોરિટીની લાપરવાહી થકી રાષ્ટ્રને નુકસાન થઈ રહ્યું છે.

ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડર છે. દેશના અને રાષ્ટ્ના વિકાસ માટે વાહન વ્યવહાર ખૂબજ જરૂરી છે. સાથે ઉદ્યોગ અને ધાર્મિક સ્થળો હોવાથી પ્રતિરોજ ભારે અને નાનામોટા વાહનોની અવરજવર થાય છે. નેશનલ હાઇવે દ્વારા કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ અનેક પ્રકારની ક્ષતિઓ કેમ ? દરોજના અકસ્માત થતા હોય છે. અનેક નિર્દોષ લોકોના જીવ ગયા છે.વાહનો અને માલનું નુકસાન એ રાષ્ટ્રીય માટે નુકસાનકારક છે.

Ad.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!