ગુજરાતમાં નકલીની બોલબાલા! સુરતમાંથી 14 બોગસ ડૉક્ટર પકડાયા, 1200 જેટલી નકલી ડિગ્રી જપ્ત

On: December 5, 2024 12:51 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

Surat

14 Fake Doctors Caught From Surat : ગુજરાતમાં નકલી જજ, કોર્ટ, પોલીસ, PMO અધિકારી સહિત નકલીની બોલબાલા વચ્ચે ગઈ કાલે બુધવારે કચ્છમાંથી નકલી એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ED) અધિકારીની ટીમ ઝડપાયા બાદ હવે સુરતમાંથી 14 નકલી ડૉક્ટર ઝડપાયા છે. જેમાં સુરત ઝોન-4 પોલીસ દ્વારા બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી હાથ ધરીને 1200 જેટલી નકલી ડિગ્રીઓ પણ જપ્ત કરવામાં આવી છે.

Ad.

સુરતમાંથી 14 જેટલા બોગસ ડૉક્ટર ઝડપાયા

મળતી માહિતી મુજબ, સુરત ઝોન-4 પોલીસ દ્વારા બાતમીના આધારે નકલી ડૉક્ટર અને બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પોલીસે 14 જેટલા બોગસ ડૉક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરતાં અન્ય બોગસ ડૉક્ટર પણ મળી આવે તેવી શક્યતા છે. સમગ્ર મામલે પોલીસે મુખ્ય આરોપી જાણીતા ડૉ. રસેશ ગુજરાતીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં હવે નકલી ED ટીમ! વેપારીઓને ધમકી આપી તોડ કરનારા આઠ શખસની ધરપકડ

જ્યારે બોર્ડ ઓફ હોમિયોપેઠીનો ડાયરેક્ટર અમદાવાદના બીકે રાવતની પણ સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમાં 1200 જેટલી બોગસ ડિગ્રીના ડેટા પણ મળી આવ્યા છે. જેમાં BEHM.COM ગુજરાતની વેબ પોર્ટલના માધ્યમ પરથી રજીસ્ટ્રેશન કરતા હોવાની જાણકારી મળી છે.

સુરત ઝોન-4ના DCPએ શું કહ્યું?

સુરત ઝોન-4ના DCP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, ડૉક્ટરના ક્લિનિક પર તપાસ કરીને તેમની પાસે ડિગ્રી માગી હતી. જેમાં તેમણે ગુજરાત સરકાર દ્વારા માન્ય નથી તેવું BEMS (Bachelor of Electro Homeopathy Medical Science)નું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. જ્યારે આરોગ્ય વિભાગે આ ડિગ્રી બોગસ હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલમાં આ શખસોની ટીમ 70 હજારમાં ડિગ્રી આપવાની વાત કરતા હતા. જેમાં આ ડિગ્રીઓ રાજ્ય સરકારના આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવતી હોવાની જાણકારી મળી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!