
ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે માત્ર દસ વર્ષની
બાળકી સાથે આરોપીએ આચરેલા દુષ્કર્મના
વિરોધમાં મંગળવારના રોજ જયેન્દ્રપુરી
આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના 500 જેટલા
વિદ્યાર્થીઓએ રેલી સ્વરૂપે જિલ્લા કલેકટરને
આવેદનપત્ર આપી આરોપીને ફાંસીની સજાની
માંગ કરી હતી. આરોપીને ફાંસીની સજાની માંગણી કરાઈ હતી.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસીમાં માત્ર
દસ વર્ષની બાળકી સાથે તેના જ પાડોશીએ
ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરતા તેની હાલત ગંભીર
બનતા વડોદરામાં સરવાર દરમિયાન ગતરોજ
આઠ દિવસની સારવાર બાદ બાળકીએ આખરી શ્વાસ લીધો હતો. બાળકીના મોતના સમાચાર મળતા જ ભરૂચ સહિત સમગ્ર દેશમાં આરોપી વિરોધ લોકોમાં આક્રોશ ફેલાયો છે.

જેના માટે લોકો વિરોધ નોંધાવી આરોપીને ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે.ત્યારે આજ રોજ ભરૂચના જયેન્દ્ર પુરી આર્ટ્સ એન્ડ સાયન્સ
કોલેજના અંદાજીત 500 જેટલા વિદ્યાર્થી અને
વિદ્યાર્થીનીઓએ કોલેજથી રેલી સ્વરૂપે કલેક્ટર
કચેરી ખાતે પહોંચી સુત્રોચ્ચાર કરી આરોપીને
ફાંસીની સજાની માંગ કરી હતી.આ ઉપરાંત
વિદ્યાર્થીનીઓએ અંદાજિત 500 જેટલા પત્રો
લખીને કલેકટરને સોંપ્યા હતા. વિદ્યાર્થીઓએ
બાળકી માટે બે મિનિટ મૌન પાડી શ્રધ્ધાંજલિ
અર્પી હતી.
Ad.














