ગુજરાતમાં ભરશિયાળે માત્ર માવઠું જ નહીં કરા પણ પડશે! હવામાન વિભાગની આજની આગાહી !

On: December 25, 2024 12:14 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ગુજરાતમાં આજે ફરીથી ઠંડીનો ચમકારો વધ્યો છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપી છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, “હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે. જ્યારે બીજાથી પાંચમા દિવસે હળવાથી મધ્યમ વરસાદની સાથે વીજળીના કડાકાનું પૂર્વાનુમાન છે. બીજા દિવસે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે ત્રીજા દિવસે ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી છે. પવનની ગતિ 30થી 40 પ્રતિ કલાકની આસપાસ રહેશે.” આ સાથે તેમણે જણાવ્યું છે કે, “ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં બેથી ચાર ડિગ્રી તાપમાન વધવાનું પૂર્વાનુમાન છે. જે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાનું અનુમાન છે. આગામી 24 કલાકમાં અમદાવાદમાં 16 અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાનનું પૂર્વાનુમાન આપવામાં આવ્યું છે.” હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતનું સૌથી ઠંડુ શહેર નલિયા નોંધાયું હતું. જ્યાં 8.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે અમરેલીમાં 9.7, રાજકોટમાં 9.8 ડિગ્રી, પોરબંદરમાં 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં 13, વડોદરામાં 14 ડિગ્રી, અમદાવાદમાં 15 ડિગ્રી તથા સુરતમાં 15.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, 26મી તારીખે એટલે કે ગુરુવારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી છે. 27 ડિસેમ્બરે કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની વકી આપી છે. 27 ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, વડોદરા, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, સુરત, વલસાડ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી છે. જ્યારે 28 ડિસેમ્બરે તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લા તથા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે.
Ad..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!