દક્ષિણ ગુજરાત વિજ કંપનીના કોન્ટ્રાક્ટ કામદારોની હડતાળ: કામના ભાવ વધારાની માંગ સાથે વિરોધ

On: December 30, 2024 11:52 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ (DGVCL)ના કોન્ટ્રાક્ટ કામદારોની મોંઘવારીને ધ્યાને રાખીને કામના ભાવમાં સુધારા માટેની માંગ ઉઠી છે. આ સંબંધમાં એસોસિએશન દ્વારા વિજ કંપનીને લેબર રેટ વધારવા માટે ઘણા સમયથી લિખિત રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કંપનીએ કોઈ પગલાં લીધા નથી. ગુજરાતની અન્ય વિજ કંપનીઓએ વર્તમાન વર્ક ઓર્ડર સાથે નવો ભાવ અપનાવ્યો છે, જ્યારે DGVCL એ હજુ સુધી આ દિશામાં કોઈ જાહેરાત કરી નથી.

આ વિલંબ અને કંપનીની ઢીલી નીતિ સામે કોન્ટ્રાક્ટરો અને મજૂરોમાં ભારે રોષ છે. કંપનીની આ વિલંબિત કામગીરી સામે વિરોધરૂપે 31 ડિસેમ્બર 2024ના રોજ કોન્ટ્રાક્ટ કામદારો એક દિવસની હડતાળ પર જશે. એસોસિએશનના મતે મોંઘવારીના સમયમાં ઓછા ભાવે કામ કરવું મુશ્કેલ છે અને કંપનીએ તરત જ લેબર રેટ વધારવા જરૂરી પગલાં લેવા જોઈએ.

કામદારોનું કહેવું છે કે જો એક દિવસની હડતાળ પછી પણ કોઈ ઉકેલ નહીં આવે, તો તેઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર જવા મજબૂર થશે. આથી કંપની દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો વીજ પુરવઠાની કામગીરીમાં મોટો ખલેલ પડી શકે છે, જેનો નાગરિકોને સીધો પ્રભાવ પડશે.

હવે જોવાનું રહ્યું કે DGVCL આ સમસ્યાને કેટલો ગંભીરતાથી લે છે અને કામદારોની માંગ માટે ક્યારે પગલાં લે છે.

Ad..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!