વાપીમાં વીજ કર્મીને ગાળો આપી હુમલામાં 3ને પાંચ વર્ષની સજા વર્ષ 2017માં બિલ ન ભરતા કનેક્શન કાપતા માર માર્યો હતો !

On: January 1, 2025 10:47 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વાપીમાં વીજ બિલ ન ભરતા કનેકશન કાપવા ગયેલા કર્મીને ગંદી ગાળો આપી અન્ય બે લોકો
સાથે મળીને માર મારતા પોલીસમાં ફરિયાદ બાદ તેઓની ધરપકડ કરાઇ હતી. આ કેસમાં વાપી કોર્ટે ત્રણેય આરોપીને 5 વર્ષની સજા સાથે
ફરિયાદીને રૂ. 25 હજાર વળતર તરીકે ચૂકવવા હુકમ કર્યો છે.

વાપી બલીઠા ખાતે વીજ વિભાગના નાયબ ઇજનેરની કચેરીમાં સબ ડીવીઝનમાં નોકરી
બાબુભાઈ શિવાજી કરતા સાથે કચેરીની સુચનાથી બાકી વીજ બિલના નાણા નીકળતા
હોય તેવા ગ્રાહકો સામે પગલા લેવા નીકળ્યા હતા. જેમાં બલીઠા યોગીરાજ એપાર્ટમેન્ટ
(રાજ રેસીડેન્સી)માં રહેતા રાકેશ મનહરલાલ અગ્રવાલના બિલ બાકી હોય નાણાની
ભરપાઇ ન કરી ઉડાવ જવાબ આપતા પાવર સપ્લાય બંધ કરી મોપેડથી જતી વખતે આરોપી
રાકેશ, ગુલ્લુ અને ત્રીજો ઇસમ ગાળો આપી કર્મીને આડેધડ માર મારવા લાગ્યા હતા. તેમાં
સહકર્મીઓએ વચ્ચે પડી છોડાવતા પોલીસમાં ફરિયાદ કરાઇ હતી.

આ કેસમાં વાપી ઠકરડા વર્ષ 2017માં સહર્મી કોર્ટના જજ એમ. જે. કિકાણીએ સરકારી વકીલ રાકેશ સી.પટેલની દલીલો ગ્રાહ્ય રાખી
આરોપી રાકેશ મનોહરલાલ અગ્રવાલ, આકાશ મનોહર અગ્રવાલ બંને રહે. રાજ રેસીડેન્સી છરવાડા અને ગોવિંદ બાલમુકુંદ રાવત રહે. ગફુરની ચાલ બલીઠા ને સરકારી કામમાં રૂકાવટ તેમજ વીજ કર્મીને માર મારવા બદલ 5 વર્ષની સજા સંભળાવી છે. જ્યારે ઇજાગ્રસ્ત
બાબુભાઈને મેડિકલ ટ્રીટમેન્ટ ખર્ચના રૂ. 25000 ચૂકવવા હુકમ કરાયો છે.આ હુકમને લઇ વીજ ચોરી કરી દાદાગીરી કરનારા સામે તવાઇ આવશે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!