ધરમપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન કેસમાં વોન્ટેડ આરોપીને SOG પોલીસે ભીલાડથી દબોચ્યો !

On: February 10, 2025 6:37 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

(દોઢ વર્ષથી ફરાર દારૂના કેસનો આરોપી ઝડપાયો)

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.
કરનરાજ વાઘેલાની સૂચના મુજબ વોન્ટેડ
આરોપીઓને પકડવા માટે ચલાવવામાં
આવી રહેલા વિશેષ અભિયાન અંતર્ગત
એક મહત્વની સફળતા મળી છે. વલસાડ
SOG PI એ યુ રોઝના માર્ગદર્શન હેઠળ
કાર્યરત ટીમે ભીલાડ વિસ્તારમાંથી એક
વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે.
બાતમીના આધારે SOGની ટીમે ભીલાડ
ખાતેથી દિનેશભાઈ લાલજીભાઈ ઘુલુમને
પકડી પાડ્યો હતો. આરોપી મૂળ નવસારી
જિલ્લાના વાંસદા તાલુકાના ખાટાઆંબા
ગામનો વતની છે અને હાલમાં દાદરા
નગર હવેલીના નરોલી, સેલવાસ ખાતે
રહે છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ
વર્ષ 2023માં ધરમપુર પોલીસ સ્ટેશનમાં
નોંધાયેલા પ્રોહિબિશન કેસમાં પોતે વોન્ટેડહોવાની કબૂલાત કરી હતી.

આરોપી સામે ધરમપુર પોલીસ સ્ટેશનમાં
પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E),
81, 116(ખ) હેઠળ ગુનો નોંધાયેલો
હતો અને છેલ્લા દોઢ વર્ષથી તે ફરાર
હતો. SOG પોલીસની આ કામગીરીથી
પ્રોહિબિશનના ગુનામાં નોંધપાત્ર સફળતા
મળી છે. જિલ્લામાં ગેરકાયદે દારૂની
પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે પોલીસ
દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી
છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!