
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે નવી દિલ્હીમાં મુલાકાત લઈને દિલ્હી રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાને શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રીમતી રેખા ગુપ્તાને દિલ્હીના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સ્વીકારવા બદલ હાર્દિક અભિનંદન આપતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે તેમની આગામી કામગીરી માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે નિષ્ઠા અને પ્રતિબદ્ધતાથી દિલ્હી રાજ્યના વિકાસ માટે શ્રીમતી રેખા ગુપ્તા મહત્વપૂર્ણ પગલાં ભરશે એવી આશા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે નવી દિશામાં પ્રગતિ માટે રાજ્ય સરકારને સમર્પિત ભાવથી કાર્ય કરવું જરૂરી છે. આ અવસરે તેમણે ભારતના વિકાસમાં રાજ્યોની ભૂમિકા અંગે ચર્ચા કરી અને પરસ્પર સહકાર દ્વારા દેશના વિકાસને વધુ ગતિ આપવા પર ભાર મુક્યો.
શુભેચ્છા મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રેખા ગુપ્તાએ વિવિધ રાજ્યીય અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર મંત્રણાઓ કરી હતી. બંને નેતાઓએ વિકાસલક્ષી દૃષ્ટિકોણથી રાજ્ય અને દેશ માટે સકારાત્મક હકારાત્મક ભવિષ્ય ગઢવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
આ મુલાકાતે ગુજરાત અને દિલ્હીની સરકારો વચ્ચે સંકલન વધારવા અને સાથે મળીને પ્રગતિના પંથે આગળ વધવા અંગે ચર્ચા કરવામાં આવી.






