આંતર રાષ્ટ્રિય મહિલા દિવસ આંગણવાડી વર્કર/હેલ્પરની માંગણીઓ માટે કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીને આવેદનપત્ર !

On: March 9, 2025 9:36 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન આંગણવાડી વર્કર/હેલ્પર કપરાડા – ધરમપુર તાલુક દ્વારા કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન આંગણવાડી વર્કર/હેલ્પર કપરાડા – ધરમપુરના રમેશભાઇ પટેલ, સોમીબેન પટેલ ઉપસ્થિત રહી કમિશ્નર શ્રી, મહિલા અને બાળ વિકાસ, આઈ.સી.ડી.એસ. ગુજરાત રાજય,ગાંધિનગર પૂર્વ મંત્રી ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યુ.

આંતર રાષ્ટ્રિય મહિલા દિવસ પ્રસંગે આંગણવાડી વર્કર/હેલ્પરની માંગણીઓના ઉકેલની જાહેરાત કરો. વર્ષ 25-26 ના ગુજરાતના બજેટ માં આંગણવાડી વર્કર તથા હેલ્પર ને કરાયેલ અન્યાય બાબતે તથા પ્રશ્નોના ઉકેલ લાવવા બેઠક યોજવા વિનંતી કરવામાં આવી છે.

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી આ પત્ર દ્વારા આપને જાણ કરવાની કે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 25,26 નું જે બજેટ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે તેનાથી ગુજરાતની એક લાખ દસ હજાર આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો ખૂબ જ નારાજ છે અને શોશિત છે.

નામદાર ગુજરાત હાઇકોર્ટે તારીખ 02/ 08/2024 ના રોજ સ્પષ્ટ ચુકાદો આપીને આંગણવાડી વર્કર તથા હેલ્પરોને કાયર્મી કરવા તથા તેઓને ત્રીજા તથા ચોથા વર્ગનું મળતું લઘુતમ વેતન આપવા જણાવેલ છે. પરંતુ આ બજેટમાં આ બાબતે કોઈ જોગવાઈ કરાઈ નથી. બજેટમાં માત્ર આંગણવાડી વર્કર હેલ્પર અને મીની આંગણવાડી વર્કર માટે માનદવેતનના માત્ર રૂપિયા ૧૨૪૧ કરોડ રૂપિયા ફાળવ્યા હોવાનું જાહેર કરાયું છે જે સંપૂર્ણપણે અધૂરું છે અને આ બહેનોના વેતનમાં કેટલો વધારો થશે તેની કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

પડોશી રાજ્ય એવા મહારાષ્ટ્રમાં ભાજપની જ સરકારે આંગણવાડી વર્કર નો પગાર 15000 કરેલ છે તથા હેલ્પર ને રૂપિયા 9000 ચૂકવવાનો નિર્ણય કરેલ છે જ્યારે દેશના મોટાભાગના રાજ્યોમાં ગુજરાત કરતા આંગણવાડી વર્કર અને હેલ્પર ને વધુ પગાર ચૂકવવામાં આવે છે.આંગણવાડી વર્કર તથા હેલ્પર બેનો લાંબા સમયથી ગુજરાત સરકાર પાસે પોતાના પ્રશ્નોની રજૂઆત કરી રહી છે. તારીખ 9 ફેબ્રુઆરીના રોજ બજેટ પૂર્વે પણ અમદાવાદમાં 5,000 થી વધુ બહેનોની રેલી યોજી હતી તથા પોતાની 22 જેટલી માગણીઓ માટે આપને લેખિત પત્ર દ્વારા જાણ કરી હતી. રેલી બાદ પણ આપને પત્ર દ્વારા બેઠક યોજવા માટેની માગણી કરી હતી.
આ પત્ર દ્વારા વિનંતી કરીએ છીએ કે :-
(૧) વિધાનસભા સત્ર ચાલુ હોય ને બજેટમાં ગુજરાત હાઇકોર્ટના ચુકાદાના અમલ માટે પૂરતી આર્થિક જોગવાઈ કરવામાં આવે, લઘુત્તમ વેતન ચૂકવવાનો નિર્ણય કરવામાં આવે.
(૨) લાંબા સમયથી પડતર પ્રશ્નો જેવા કે નિવૃત્તિ વયમર્યાદા વધારવી.
(૩)તમામ કામગીરી ડિજિટલ હોય ને તાત્કાલિક અસરથી નવા મોબાઈલ આપવાલ
(૪)પોષણ ટ્રેકર સહિતની ડિજિટલ કામગીરીમાં ઘટાડો કરવો.
(૫) એક ટાઈમ જિલ્લા તથા તાલુકા ફેરબદલી ની તક આપવી
( ૬) ટીએચઆર વિતરણ માં ફોટો ફેસ ની પદ્ધતિ રદ કરવી
(૭) નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ગુજરાતના જિલ્લાઓની પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી ઓથોરિટી દ્વારા કરાયેલા હુકમો નો અમલ કરી તાત્કાલિક બાકી ગ્રેજ્યુટી ચુકવણી કરવી
(૮) પોષણ આહાર પોષણ સુધા સહિતના દરોમાં વધારો કરવો
(૯) તમામ પ્રકારના બીલો નિયમિત રીતે ચૂકવાય તથા આ બિલોની રકમ એડવાન્સ ચૂકવવાના પરિપત્રનો અમલ કરવામાં આવે.
ઉપરોક્ત માગણીયો સહિતની 22 જેટલી માગણીઓ માટે બજેટ બેઠક દરમિયાન યુનિયનો સાથે તાત્કાલિક બેઠક યોજી પ્રશ્નોનો ઉકેલ લાવવા આપને વિનંતી કરવામાં આવે છે
આ આંગણવાડી બહેનો છેલ્લા 2022 પછીથી સતત રજૂઆત અને આંદોલન કરી રહેલ છે અને તેઓની ધીરજનો અંત આવેલ છે અને તેથી આપને જણાવવામાં આવે છે કે જો બજેટ સત્ર દરમિયાન બેઠક યોજવામાં નહીં આવે તો ના છૂટકે આ બહેનોએ બંધારણીય માર્ગે અને શાંતિપૂર્ણ રીતે આંદોલનના કાર્યક્રમો કરવાની ફરજ પડશે જે જાણ કરીએ છીએ.
લાંબા સમયની પડતર માગણીઓ નો ઉકેલ વાતચીત થી અને વાટાઘાટ થી આવે આમ છતાં સરકારશ્રી દ્વારા જ અત્યાર સુધી કોઈ જ બેઠક ન યોજતા ખુદ સરકાર આ બહેનોને આંદોલન તરફ ધકેલી રહી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. આપના તરફથી તુરંત જ પ્રત્યુતર મળશે અને બેઠક યોજાઈને પ્રશ્નનોનો ઉકેલ લાવવામાં આવશે
તેવી આશા છે.આપના પ્રત્યુતર આવશે તેની અમે આતુરતાથી રાહ જોઈશું.

આંગણવાડી બહેનોની માંગણીઓનું નિરાકરણ લાવવા માટે સરકારશ્રીએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ, જેથી તેઓની નારાજગી દૂર થઈ શકે અને તેઓને યોગ્ય વેતન અને લાભો મળી શકે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વલસાડના વાંકલમાં ૪૦માં મહાશિવરાત્રિ મહોત્સવની ભવ્ય તૈયારી : શિવ કથાકાર પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફૂટ ઊંચું વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ બનશે

કપરાડા નવી મામલતદાર તથા સબ-રજીસ્ટ્રાર કચેરીનું ખાતમુહૂર્ત – રૂ. ૧૧ કરોડના વિકાસ કાર્યથી તાલુકાને નવી દિશા : ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી

વાપી-વલસાડ નેશનલ હાઈવે પર ડાયવર્ઝન અને દિશાસૂચક બોર્ડના અભાવને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં !

અરનાલા પાટીની કોલક નદીનો કોઝવે ફરી વરસાદમાં ડૂબ્યો: પરિવહન ઠપ !

કપરાડાની રહસ્યમય ઘટના : બાળકના મોત બાદ 12 કલાક સુધી પીએમ કેમ નહીં થયો ?

કપરાડાના મોટી પલસાણ ગામમાં BSNL ટાવર બંધ, સ્થાનિકર ગ્રાહકો મુશ્કેલીમાં

error: Content is protected !!