ગુજરાતમાં સગીર વયના ડ્રાઈવર બેફામ, એક વર્ષમાં 700થી વધુ અકસ્માત, દેશમાં આપણું રાજ્ય 7મા ક્રમે !

On: March 22, 2025 11:25 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

Underage driver in Gujarat: અમદાવાદના કુબેરનગર ખાતે તાજેતરમાં કાર શીખતી 15 વર્ષીય સગીરાએ બ્રેકને બદલે એક્સિલરેટર દબાવી દેતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાંથી જ સગીર વયના ડ્રાઈવર દ્વારા અકસ્માત સર્જવાની 727 ઘટના નોંધાઈ ચૂકી છે. આમ સગીર વયના ડ્રાઇવર પ્રતિ દિવસે સરેરાશ બે જેટલા અકસ્માત સર્જે છે.

બાળકોને કિશોર વયમાં જ વાહન ચલાવતા શીખવાડવાની માતા-પિતાની ઘેલછા પણ જવાબદાર

2023-24 એમ એક વર્ષમાં સગીર વયના ડ્રાઇવર દ્વારા સૌથી વધુ અકસ્માત સર્જ્યો હોય તેવા રાજ્યોમાં તામિલનાડુ 2063 સાથે મોખરે, મધ્ય પ્રદેશ બીજા મહારાષ્ટ્ર ત્રીજા જ્યારે ગુજરાત સાતમાં સ્થાને છે. જાણકારોના મતે સગીર વયના ડ્રાઇવર દ્વારા અકસ્માતના કેસ વધવા પાછળ માત્ર સગીરો જ નહીં તેમના માતા-પિતાની ઘેલછા પણ જવાબદાર છે.

બાળક ટીનએજમાં પ્રવેશે એ સાથે જ અનેક માતા-પિતા, વાલી તેને ટુ વ્હિલર ચલાવવા આપી દે છે. ઘણાં તો આ ઉંમરે તેમના બાળકોને કાર પણ શીખવાડવા લાગે છે. ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલ-ટ્યુશન ક્લાસની બહાર થોડા દિવસ ડ્રાઇવ યોજીને સંતોષ માની લેવામાં આવે છે. પરંતુ સગીર વયના ડ્રાઇવર વાહન ચલાવતા અટકે તેના માટેનિયમિત રીતે સઘન ઝૂંબેશ હાથ ધરવામાં આવે તે જરૂરી છે. ધ મોટર વ્હિકલ્સ એક્ટની કલમ 199એ અનુસાર સગીર વયના ડ્રાઇવરથી અકસ્માત થાય તો વાલી-વાહનના માલિકને જવાબદાર ગણીને મહત્તમ ત્રણ વર્ષની સજા-રૂપિયા 25 હજારનો દંડ કરવામાં આવે છે.

Ad.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!