કેપ્ટન અનિલ દેવ અને મોહિની દેવની સ્મૃતિમાં આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ !

On: March 23, 2025 12:45 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

આયુષ હોસ્પિટલના ડૉ. આશિષ દેવ અને ડૉ. અમિત દેવ દ્વારા કેપ્ટન અનિલ દેવ અને મોહિની દેવની સ્મૃતિમાં વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પુણ્ય કાર્યમાં અનેક માનનીય મહેમાનો હાજર રહ્યા હતા, જેમાં ગુજરાતના વિત, પેટ્રોલિયમ અને ઉર્જા મંત્રી માન. કનુભાઈ દેસાઈ, શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ સલવાવ કપિલ સ્વામીજી,વાપી શહેરના કમિશનર ચૌધરી સાહેબ, DYSP દવે સાહેબ અને ઈસ્કોનના મહંત ભક્તિપદ્મ પ્રભુજીનો પણ સમાવેશ થયો હતો.

આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશય જીવનદાતા રક્તદાતાઓને પ્રોત્સાહિત કરી વધુમાં વધુ લોકો સુધી મદદ પહોંચાડવાનો હતો. નગરજનો અને યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને રક્તદાન કરવાના શુભ કાર્યમાં જોડાઈ માનવસેવા માટેનું પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું.

આ અવસરે ઉપસ્થિત મહેમાનોએ રક્તદાનની મહત્તા પર ભાર મૂક્યો અને આયુષ હોસ્પિટલના આ કાર્યને વધાવી લીધું. તેઓએ કહ્યું કે રક્તદાન માત્ર એક સદ્‌ભાવનાપૂર્ણ કર્તવ્ય જ નથી, પરંતુ જીવન બચાવવા માટેનું શ્રેષ્ઠ દાન છે.

સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં મજબૂત એકતા અને સેવા ભાવનાનો વિકાસ થાય છે. આયુષ હોસ્પિટલના સમગ્ર ટીમના પ્રયાસોને બિરદાવતા, ભવિષ્યમાં પણ આવા લોકહિતકારી આયોજન કરવામાં આવે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!