
મિત્રો…
એકવાત તો સ્પષ્ટ છે કે વલસાડમાં ટ્રાફિક સમસ્યા માટે વલસાડ નગરપાલિકા મુખ્ય જવાબદાર છે…
અને વલસાડ ટ્રાફિક પોલીસ જે મૂક પ્રેક્ષક તરીકે આ ટ્રાફિક સમસ્યાને છાવરી રહી ન હોય એમ દેખતી આંખે અંધા હું મેં…ની ભૂમિકામાં…
સ્થળ ખત્રીવાડ જ્યાં વન વે ( એક માર્ગીય રસ્તો ) છે અને મુખ્ય માર્ગ આગળજ ટ્રાફિક પોલીસ નું બેરીકોડ મૂકવામાં આવ્યું છે જે આ એક તરફના રસ્તાનો અડધો રસ્તો રોકીને મૂકવામાં આવ્યું છે જેની આગળ અને પાછળ જાહેર રસ્તા પર લોકો બિન્દાસ ભરપૂર ટ્રાફિકની વચ્ચે પણ પોતાનો ધંધો કરી રહ્યા છે કારણ માત્ર એટલું કે રોજેરોજ વલસાડ નગરપાલિકાની જીડીપી માં એનો પણ યોગદાન છે અને એ હક સાથે ત્યાં પોતાનો ધંધો કરે છે વલસાડ નગરપાલિકામાં તાકાત નથી એને ઉઠાડવાની…?
એવીજ રીતે ભીડભંજન મંદિર ની નીચે તરફ પણ જાહેર રસ્તાઓ પર લોકો પથારા પાથરી રોજેરોજ રસીદ ફડાવે એટલે કોઈની તાકાત ખરી કે ઉઠાડે…?
આગળ વધીએ તો લારી વાળાઓ બંને રસ્તાની વચ્ચે એ પણ 8/10 લારી અને એમાં સમાન લેવા ગ્રાહકોની ભીડ ટ્રાફિક તો …..
આગળ ક્લાસિક ની સામે આવેલ લગભગ બધીજ દુકાનો પોતાના ડ્રેસ મટીરિયલ ના પૂતળાંઓ જાહેર રસ્તા પર મૂકી ટ્રાફિક ને મદદ રૂપ થઈ રહ્યા છે જેમને વલસાડ નગરપાલિકા દ્વારા દિવાળીના શકુન ના બદલામાં આ પરવાનો આપવામાં આવ્યો હશે…
આ રીતે શહેરના અનેક વિસ્તારોમાં લારી ગલ્લાઓ નું ખુલ્લું દબાણ પણ ફક્ત જોશમાં ને જોશમાં ફક્ત એક દિવસ માટે બસ ડેપો બહાર જાહેર દબાણ હટાવવામાં આવ્યું પછી ……………?
પ્રમુખ દ્વારા જાહેર કરવામાં આવેલ વીડિયોમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે આવી અનેક કમ્પ્લેન આવે છે અને એના માટે અમે હવે દરેક વિસ્તારમાં ડિમોલેશન અને યોગ્ય કાર્યવાહી કરશું…પણ …પણ…?
આ દબાણો માટે ગરીબાઈ જવાબદાર નથી સાહેબ પણ વલસાડ નગરપાલિકાની બેનામી આવક મેળવવાની તુચ્છ બુધ્ધિ જવાબદાર છે…
કોઈ પણ લારી કે પથારા વાળા ને પૂછો કે નગરપાલિકા ના રોજેરોજ કેટલા ઉઘરાવે છે…?
અને પાછું એમાં સેટિંગ પણ ચાલે જેમાં 300 થતાં હોય તો વગર રસીદ/પાવતી 150 માં પણ ચાલે જે ઉઘરાવનાર ના ઘરના એસીનું બિલ અને કારના પેટ્રોલ માટે ખાનગીમાં…
હવે બોલો મિત્રો કેમ કરીને સિંગાપુર બનશે…?
વલસાડ સીટીઝન જર્નાલિસ્ટ…
22/04/2025






